Ahmedabad: શ્યામલ ચાર રસ્તાનો ભૂવો રિપેર થતાં મહિનો લાગશે

અમદાવાદ: ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદનું ખાસ જોર ન હોવા છતાં શહેરમાં કુલ ર૪ ભૂવા પડી ચૂક્યા છે, જેમાં જીવરાજપાર્ક ચાર રસ્તા અને શ્યામલ ચાર રસ્તા પાસે પડેલા ભૂવાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. દરમ્યાન શ્યામલ ચાર રસ્તાના ભૂવાના સમારકામમાં એક અથવા બીજા પ્રકારની ટેક‌િનકલ બાબતોના કારણે ઓછામાં ઓછો એક મહિનો લાગશે તેવી વિગત જાણવા મળી છે.

ગઇ કાલે સાંજે શ્યામલ ચાર રસ્તા પાસે ભૂવો પડતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ગયા ચોમાસામાં શ્યામલ ચાર રસ્તાનું લાખો રૂપિયાના ખર્ચે રિસરફે‌િસંગ કરાયું હતું પરંતુ શુક્રવાર સાંજના એક જ વરસાદથી તંત્રની પોલ ખૂલી ગઇ છે.

શ્યામલ ચાર રસ્તા પર રવિવારની સાંજે પ.૪પ વાગ્યે ભૂવો પડતાં તંત્ર દ્વારા તત્કાળ ભૂવા ફરતે બેરીકેડીંગ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે આ સ્થળે પાણી અને ગટરની લાઇનના શિફટીંગને લઇને ઊભી થયેલી ટેક‌િનકલ ગૂંચના કારણે તેને મોટરેબલ કરતાં હજુ એક મહિનો લાગશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે. જ્યારે જીવરાજપાર્ક ચાર રસ્તા પાસેના વિશાળકાય ભૂવાનું એક અઠવાડિયામાં પુરાણ કરાશે તેવો દાવો પણ તંત્ર દ્વારા કરાયો છે.

You might also like