સ્ટાર્સની ભીડમાં ખોવાવું નથી શ્વેતા ત્રિપાઠીને

ટીવીના માધ્યમથી ફિલ્મોમાં પ્રવેશનાર અભિનેત્રીઓની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે અને તે છે શ્વેતા ત્રિપાઠી. ‘મસાન’ ફિલ્મથી ડેબ્યૂ કરનાર શ્વેતાના અભિનયને ખૂબ પ્રશંસા મળી છે. શ્વેતા માત્ર સારી અને સંદેશો આપતી ફિલ્મોનો જ ભાગ બનવા ઇચ્છે છે. તે કહે છે પહેલી જ ફિલ્મ ‘મસાન’માં મારા અભિનયની થયેલી પ્રશંસાથી હું ખૂબ ગદ્ગદ છું. હું આગળ પણ આવી પડકારજનક ભૂમિકાઓમાં મારું બેસ્ટ પર્ફોર્મન્સ આપવા ઇચ્છું છું. હું મારી સફળતાને વધુ મજબૂતાઇ આપવા ઇચ્છું છું. હું ભવિષ્યમાં ફિલ્મોના પ્રદર્શનને લઇને ખૂબ જ સાવધાની રાખવાની છું, કેમ કે હું સ્ટાર્સની ભીડમાં ખોવાઇ જવા ઇચ્છતી નથી.
શ્વેતા કહે છે કે મારા માટે બે વસ્તુઓ ખૂબ મહત્ત્વની છે-એક છે પટકથા અને બીજી ટીમ. મારા માટે ફિલ્મોમાં મોટા સ્ટાર્સની હાજરીનો કોઇ અર્થ કે મતલબ નથી. હું એવી ભૂમિકાઓ કરી જ ન શકું, જેમાં હું માત્ર એક ગીત માટે જ દેખાઉં. હું શોપીસ તો ક્યારેય નહીં જ બની શકું. શ્વેતાને 2015ની એક શોધ કહેવાઇ રહી છે. તે કહે છે કે મને આ સાંભળીને ખરેખર ખૂબ જ ખુશી થાય છે. ‘મસાન’માં આપેલા કિસ સીન અંગે વાત કરતાં તે કહે છે કે હું તે સીન આપતી વખતે ખરેખર ખૂબ નર્વસ થઇ ગઇ હતી. એક કલાકાર માટે આ સંવેદનશીલ બાબત હોય છે, પરંતુ જ્યારે સ્ટોરીની ડિમાન્ડ હોય છે ત્યારે તમે ઇચ્છવા છતાં કંઇ કરી શકતા નથી. •

You might also like