અભિનેત્રી શ્વેતા તિવારીને ત્યાં થયો પુત્રજન્મ

મુંબઇઃ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી બીજી વખત માતા બની છે. તેણે મુંબઇની સાંતાક્રૂજ વિસ્તારમાં આવેલી સૂર્ય હોસ્પિટલમાં એક પુત્રને જન્મ આપ્યો છે. શ્વેતાને એક 15 વર્ષની પુત્રી પલક છે. જે તેના અને રાજા ચૌધરીના પ્રથમ લગ્નથી થઇ છે. રાજા અને શ્વેતા ચૌધરી વચ્ચે ખટરાગને કારણે 9 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો હતો. શ્વેતાએ રાજા ચૌધરી પાસેથી વર્ષ 2007માં છૂટ્ટા છેડા લીધા હતા.

ત્યાર બાદ તેણે વર્ષ 2013માં અભિનેતા અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા તિવારી તેની બીજી વખતની પ્રેગ્નેન્સી દરમ્યાન સોશિયલ મીડિયા પણ ઘણી એક્ટિવ રહી છે.તેના બેબી બંપ સાથે ફોટોગ્રાફ્સ ઘણા વાયરલ થયા હતા. ત્યારે શ્વેતાને 15 વર્ષ બાદ ફરી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. બંનેની તબિયત સારી છે.

home

You might also like