બોડી બિલ્ડિંગઃ ટ્યૂશનના બદલે જિમ જતાં જતાં શ્વેતા બની મિસ ઇન્ડિયા

ઇન્દોરઃ દેશની પહેલી મહિલા ફિઝિક સ્પોર્ટ્સ (બોડી બિલ્ડિંગ નહીં) છે, જેણે એન્જિનિયરિંગની નોકરી છોડીને આ રમતમાં પોતાની કરિયર બનાવી છે. તેણે શાનદાર સફળતા મેળવીને એ સાબિત કરી આપ્યું છે કે તે પણ કોઈથી કમ નથી.
અહીંના બાસ્કેટબોલ કોમ્પ્લેક્સમાં આજે અને આવતી કાલે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ રહેલી મુંબઈ (અગાઉ જયપુર) નિવાસી શ્વેતાએ કહ્યું, ”શરૂઆતમાં હું ઘણી જાડી હતી અને સ્કૂલમાં બધા મને ચીડવતા હતા.

ત્યાર બાદ નવમા ધોરણમાં પહોંચતાં જ મેં કસરત કરવાનું શરૂ કર્યું. મારા પિતા (અનિલસિંહ રાઠોડ)ને જિમ બિલકુલ મંજૂર નહોતું. આથી મેં ટ્યૂશનના સમય (બપોરે બેથી પાંચ)માં જિમમાં કસરત કરવાનું શરૂ કર્યું. મને એમાં એટલી મજા આવતી હતી કે જ્યારે અન્ય લોકો ૧૦૦ ક્રંચેઝ કરીને અટકી જતા હતા, હું હજાર ક્રંચેઝ કરીને પણ થાકતી નહોતી. ધીમે ધીમે પ્રતિસ્પર્ધામાં આવી ગઈ. હું એ મહેણું ભાંગવા ઇચ્છતી હતી કે છોકરીઓ મસલ્સ બનાવ્યા પછી સુંદર નથી લાગતી. સકારાત્મક વિચારથી સફળતા જરૂર મળે જ છે.

જ્યાં સુધી લગ્નની વાત છે, હું એને જ પસંદ કરીશ, જે મને સમજી શકે.” શ્વેતાએ રાજસ્થાન વિદ્યાપીઠમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે અને પછી આઠ વર્ષ સુધી એક કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ-માર્કેટિંગ તરીકે કામ કર્યું. ખુદને સંપૂર્ણપણે સ્વતંત્ર બનાવ્યા બાદ તેણે નોકરી છોડીને બધો સમય વર્કઆઉટને આપવો શરૂ કરી દીધો છે.
http://sambhaavnews.com/

You might also like