મારા પર કેન્દ્રિત હોય તેવી ફિલ્મ કરીશઃ શ્રુતિ

બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હાસને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ સારી એવી ફિલ્મો આપી છે. તેનાં માતા-પિતા પણ જાણીતા કલાકારો છે, જોકે કોઇ પણ ફિલ્મ સાઇન કરતાં પહેલાં તે માતા-પિતાની સલાહ લેતી નથી. તે કહે છે કે હું જાતે જ સ્ક્રિપ્ટ વાંચું છું અને તેના પર નિર્ણય લઉંં છું. ક્યારેક તેને એવી વાતો પણ સાંભળવા મળે છે કે તે કમલ હાસન કે સા‌િરકાની જેમ પ્રતિભાશાળી નથી. તે કહે છે કે લોકો મારી પીઠ પાછળ આ પ્રકારની ઘણી વાતો કરે છે. મને એવા લોકો પર દયા આવે છે. મારું સ્પષ્ટ કહેવું છે કે કોઇની પણ પ્રતિભાની તુલના અન્ય વ્યક્તિ સાથે ન થવી જોઇએ.

‘ગબ્બર ઇઝ બેક’ અને ‘વેલ કમ બેક’ની સફળતાથી શ્રુતિને એક નવો હોંશલો મળ્યો છે. તે કહે છે કે હા, આ વાત સાચી છે અને તે અસ્વાભાવિક પણ નથી એટલે જ મારી ઇચ્છા બોલિવૂડમાં મારા જ દમ પર સફળ ફિલ્મ આપવાની છે. બોલિવૂડમાં મોટા બજેટની મલ્ટિસ્ટારર ફિલ્મોમાં કામ કરવામાં મને મજા આવે છે, પરંતુ હવે હું મારા પાત્ર પર કેન્દ્રિત હોય તેવી કોઇ ફિલ્મ કરવા ઇચ્છું છું. હું ભવિષ્યમાં એવું કંઇક જરૂર કરવા ઇચ્છીશ, જે સંપૂર્ણપણે મારા પર કેન્દ્રિત હોય, જોકે તેનો અર્થ એવો નથી કે હું મલ્ટિસ્ટારર ફિલ્મોમાં અભિનય નહીં કરું. શ્રુતિ એક સ્ટારપુત્રી હોવા છતાં તેની કરિયરની શરૂઆત એટલી સરળ રહી ન હતી. તે કહે છે કે તમને સ્ટાર ‌િકડ હોવાના નાતે દશ લોકો સાઇન કરવા આવે છે, પરંતુ તમારી પહેલી ફિલ્મ ફ્લોપ જાય તો તમને બચાવવા કોઇ આવતું નથી.

http://sambhaavnews.com/

You might also like