સિંગિંગ માટે સિરિયસ છુંઃ શ્રુતિ

શ્રુતિ હાસન સાઉથની ફિલ્મોમાંથી બોલિવૂડમાં તો આવી પરંતુ અહીં તેને જોઇએ તેવી સફળતા ન મળી. તેની કરિયરનો આધાર તેની આગામી ફિલ્મો પર છે. શ્રુતિ પહેલેથી જ સંગીતના ક્ષેત્રમાં નિષ્ણાત છે. તે અભિનયમાં તેની વ્યસ્તતા વધી હોવા છતાં પણ સિંગિંગને લઇને ગંભીર છે. તે કહે છે કે આજે પણ હું સિંગિંગને સિરિયસલી લઉંં છું. હું હંમેશાં તેના માટે તૈયાર રહું છું. મારો અભિનય તેમાં બાધારૂપ બનતો નથી. હું ક્યારેક મારા માટે પણ ગાવા ઇચ્છું છું, પરંતુ એ વાત ડિરેક્ટર પર આધાર રાખે છે કે તેઓ તેમ ઇચ્છે છે કે નહીં.

અલગ અલગ ભાષાની ફિલ્મ સાથે સિંગિંગમાં પણ આટલો રસ રાખવાની વાત અંગે તે કહે છે કે વિવિધ ભાષાની ફિલ્મમાં કામ કરવાનો મારો નિર્ણય સમજદારીભર્યો હતો. સાઉથના મારા પ્રશંસકો પણ મારા માટે એટલા જ મહત્ત્વના છે જેટલા બોલિવૂડના છે. હું બોલિવૂડમાં અભિનેત્રી તરીકે કોઇ સ્થાન પર પહોંચવા ઇચ્છું છું. આકર્ષક ફિગર ધરાવતી શ્રુતિ પોતાના ફિટનેસ ફંડા શેર કરતાં કહે છે કે હું યોગ કરું છું અને ‌િજમ પણ જઉં છું તેની સાથે મને ડાન્સ કરવો પણ ગમે છે. •

You might also like