હું છું અનાડીઃ શ્રુતિ

ફિલ્મ ‘લક’માં ડબલ રોલથી બોલિવૂડમાં આવનારી શ્રુતિ હાસન બહુમુખી પ્રતિભા ધરાવે છે. અભિનયમાં માહેર હોવાની સાથે તે સંગીત ક્ષેત્રમાં પણ પોતાની પ્રતિભા સ્થાપિત કરી ચૂકી છે. આજે ૨૩ વર્ષ બાદ પણ તે અભિનયની સાથેસાથે સંગીતમાં પણ એક્ટિવ છે. ગયા વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ગબ્બર ઇઝ બેક’ હિટ રહી, જ્યારે આ વર્ષે રિલીઝ ‘રોકી હેન્ડસમ’એ પણ સારો બિઝનેસ કર્યો. તે હવે પોતાના પિતા કમલ હાસન સાથે ‘શાબાશ નાયડુ’ ફિલ્મમાં કામ કરી રહી છે. તે ફિલ્મ હિંદી સહિત ત્રણ ભાષામાં રિલીઝ થશે.

શ્રુતિએ લોસ એન્જલસમાં અભ્યાસ કર્યો અને ત્યાં સંગીત ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો. ત્યારબાદ તે ભારત આવી ગઇ અને અભિનેત્રી બની. તે કહે છે કે હું આમ તો મારો અભ્યાસ પૂરો થયો તે કારણે પાછી ફરી હતી.

હું આર્થિક રીતે આત્મનિર્ભર રહેવા ઇચ્છતી હતી. અહીં આવીને મેં એક ફિલ્મ માટે સંગીત આપ્યું. ત્યાર બાદ મને ફિલ્મ ‘લક’માં કામ મળ્યું. અભિનેત્રી બનીને હું આર્થિક રીતે આત્મનિર્ભર બની. બાળપણમાં હું એક વિચિત્ર છોકરી હતી. હું મોટી થઇ ત્યારે હું એક અનાડી કિશોરી બની. ત્યાર બાદ હવે હું ખુદને એક અનાડી બાલિગ માનું છું. અનાડી હોવા છતાં પણ મારામાં કોઇ મોટો ફરક આવ્યો નથી. •

You might also like