અા વર્ષે બિઝી છે શ્રુતિ હસન

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાના અભિનયનો રંગ બતાવ્યા બાદ ‘લક’ ફિલ્મથી બોલિવૂડમાં અાવેલી શ્રુતિ હસનની ગાડી ધીમે ધીમે પાટા પર અાવવા લાગી છે. થોડા દિવસો પહેલાં અાવેલી તેની બે ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો. હવે તેની પાસે નવી ફિલ્મોની ઓફર અાવવા લાગી છે. તે કહે છે કે ‘ગબ્બર ઈઝ બેક’ બાદ ‘વેલકમ બેક’ની સફળતાથી હું ખુશ છું, અા ફિલ્મોની કમાણીનો અાંકડો મારા માટે મહત્ત્વનો નથી, પરંતુ જ્યારે દર્શકોને ફિલ્મ ગમે છે ત્યારે હું ખુશ થઈ જઉં છું. અાગલી ફિલ્મ કરવા માટે મારો ઉત્સાહ વધી જાય છે.

તે કહે છે કે હવે હું સિલ્વર સ્ક્રીન પર માચોમેન ઋત્વિક રોશન સાથે રોમાન્સ કરતી જોવા મળીશ. અા ફિલ્મ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા ડિરેક્ટર એ. અાર. મુરુગદોષ બનાવી રહ્યા છે. અા એક એક્શન ફિલ્મ હશે અને તેનું શૂટિંગ વર્ષના અંતના સુધીમાં શરૂ થશે. અા ઉપરાંત તિગ્માંશુ ધુલિયાના નિર્દેશનમાં બની રહેલી ‘યારા’ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું થઈ ચૂક્યું છે, તેમાં શ્રુતિની સાથે ઈરફાનખાન છે. અા ઉપરાંત વિદ્યુત જામવાલ અને અમિત સાધ પણ છે.

અા વર્ષે શ્રુતિની હિન્દી, તામિલ અને તેલુગુમાં ઘણી ફિલ્મો અાવી રહી છે. તમામ પ્રકારની અલગ અલગ ફિલ્મો કરનારી શ્રુતિ અા વર્ષે ખૂબ જ બિઝી છે. તે કહે છે કે બધી ફિલ્મોમાંથી મને કંઈ શીખવા મળે છે. દર્શકોને પણ અા ફિલ્મો ગમશે તેની મને અાશા છે.

You might also like