‘દ્રશ્યમ’ ફેમ શ્રિયાએ રશિયન BF સાથે કર્યાં લગ્ન, લગ્નમાં બોલિવૂડમાંથી કોઈ નહીં

બોલિવૂડમાં ગુપ્ત રીતે લગ્ન કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે સાંભળવા મળી રહ્યું છે કે અભિનેત્રી શ્રિયા સરણે પોતાના રશિયન બોયફ્રેન્ડ સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા છે. શ્રિયાના લગ્ન પ્રાઈવેટ સેરેમનીમાં થયા હતા.

શ્રિયાના લગ્નમાં બોલિવૂડમાંથી માત્ર મનોજ બાજપાઈ અને શબાના આઝમી જ સામેલ થયા હતા. શ્રિયાના લગ્ન 12 માર્ચે મુંબઈમાં જ તેના લોખંડવાલા સ્થિત ઘરે થઈ હતી, જેમાં સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા.

શ્રિયાના બોયફ્રેન્ડનું નામ આંદ્રેઈ કોસચીવ છે, જે રાષ્ટ્રીય સ્તરે ટેનિસ ખિલાડી છે અને મોસ્કોમાં તેની ઘણી રેસ્ટોરન્ટ છે. શ્રિયાએ લગ્નમાં ગુલાબી રંગની ચોલી પહેરી હતી. લગ્ન હિંદુ રીત રિવાજ પ્રમાણે જ થયા હતા.

શ્રિયા અને આંદ્રેઈ છેલ્લા ઘણા વર્ષથી ડેટ કરી રહ્યા છે. જો કે તેઓ મીડિયા સામે ક્યારેય આવ્યા નથી. લગ્ન પહેલા 11 માર્ચે પ્રીવેડિંગ પાર્ટી પણ યોજાઈ હતી. શ્રિયાએ છેલ્લે 2015ની ‘દ્રશ્યમ’ માં કામ કર્યું હતું.

You might also like