નોટબંધીથી દેશનું કલ્યાણ થશે : ચરખા વિવાદ ખોટી રીતે ચગાવાયો : શ્રી શ્રી

નવી દિલ્હી : દેશમાં ચરખાથી બાપુના બદલે વડાપ્રધાન મોદીના પોસ્ટર મુદ્દે ભલે વિવાદ ચાલી રહ્યો છે પરંતુ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક તથા આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર તે નિર્ણયને યોગ્ય માની રહ્યા છે. તેમણે કહ્યું કે આ કામ કોઇએ ખુબ જ ઉત્સાહથી કર્યું છે. શ્રીશ્રીએ કહ્યું કે ચરખા પર મહાત્મા ગાંધીનુ સહજ ચિત્ર હતું, તેઓ રોજ ચરખો ચલાવતા હતા. હવે ઔદ્યોગિક જમાનો છે. આજે દરેક વ્યક્તિ રોજ ચરખો નથી ચલાવી શકતા

શ્રી શ્રીએ કહ્યું કે, મહાત્મા ગાંધીને મહત્વ આપે અને તેમને અલગ ન કરે. બાકી તમામ નેતાઓ ચરખા લઇને બેસે. જો કે શ્રીશ્રીએ આ અંગે વધારે વાત કરવાનું ટાળ્યું હતું. ઉમંગ કાર્યક્રમમાં સંબોધન કરતા પહેલા શ્રી શ્રીએ પત્રકાર સાથે વાતચીતમાં કહ્યું કે નોટબંધીથી જનતાને ઘણી તકલીફ થઇ છે. જો કે તેના કારણે દેશનું કલ્યાણ થશે. નકલી નોટ ચલાવનારી કંપનીઓ બંધ થઇ ગઇ છે.

શ્રીશ્રીએ કહ્યું કે કોટા વિદ્યાનો ગઢ છે. મને સમાચારપત્રોમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના સમાચાર વાંચીને ખુબ જ દુખ થાય છે. યુવાનોએ આત્મબળ વધારવું પડશે. તેઓ આત્મબળ ઓછુ હોવાનાં કારણે આવુ પગલુ ભરે છે. વિદ્યાર્થીઓમાં અભ્યાસનાં કારણે તણાવ રહેતું હોય છે.

You might also like