શ્રી દત્તાત્રેયની ઉપાસના કરવી સાવ સરળ

આજના વૈજ્ઞાનિક અને ભૌતિક યુગમાં માણસને ધર્મ પ્રત્યે સહજ અરુચિ અને અશ્રદ્ધા હોવાથી આપણા મંત્રો, સ્તોત્ર વગેરે અર્થવિહીન માને છે, પણ એ ભૂલી જાય છે કે ભૌતિક વિજ્ઞાનમાં જેમ ચોક્સાઇ અને એકાગ્રતા જરૂરી છે એટલી જ ચોક્સાઇ અને એકાગ્રતાની આવાં ધાર્મિક કાર્યોમાં પણ જરૂર છે.
શ્રદ્ધાઃ શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા નહીં, પણ જ્ઞાન અને અનુભવનો નિચોડ.
શિચિતાંઃ પવિત્રતા ફક્ત શરીરની જ નહીં પણ મન અને ચિત્તની પણ પવિત્રતા હોવી જોઇએ.
સત્યતાઃ જીવનનો પ્રત્યેક વ્યવહાર સત્ય પર જ આધારિત હોવો જોઇએ. એ સત્ય નિર્ભેળ સત્ય હોવું જોઇએ. પોતાને નુકસાન જતું હોય તોય સત્ય જ ઉચ્ચારવું જોઇએ.
કર્મ, ભક્તિ અરુ જ્ઞાનઃ કર્મ કર્યા વિના તો કોઇ જ રહી શકતું નથી.
શરણઃ સંપૂર્ણ શરણાગતિ એટલે ભગવાને ગીતામાં પોતાના ભક્તોને જે વચન આપ્યું છે તે “યોગક્ષેમં વહામ્યહમ્”.
૪૦ દિવસની ઉપાસનાથી શ્રી ગુરુ કૃપાથી શ્રી દત્ત ચાલીસા સ્તોત્ર સિદ્ધ થાય છે. આ સિદ્ધ થયેલા સ્તોત્રનો ત્રિકાળ સંધ્યાએ લાગલગાટ ચાલીસ મહિના સુધી નિયમિત પાઠ કરવાથી શ્રી ગુરુકૃપા અને ભગવાન દત્તની દયાથી કુંડલિની શક્તિ જાગ્રત થાય છે, જે મુક્તિનો માર્ગ બતાવે છે. માતા બ્રહ્મા, પિતા વિષ્ણુ, ગુરુ સાક્ષાત શિવ છે. સાંસારિક ત્રણે દેવો દત્તાત્રેય સ્વરૂપ છે. ગિરનાર જેવું તીર્થક્ષેત્ર ગુજરાત રાજ્યમાં આવેલ છે. શ્રી સંતરામ સંસ્થાનની ગાદી મૂળ પીઠ દત્તભક્તિની પરંપરા જાળવે છે.
ગુજરાતમાં દત્ત ભક્તિના પ્રસારક એવા બ્રહ.પ.પ. શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ. શ્રી રંગઅવધૂત અર્થાત્ નારેશ્વરના મહારાજ એટલે પૂર્વાશ્રમના પાંડુરંગ વિઠ્ઠલ વળામે.
શ્રી દત્તાત્રેય વ્રતઃ
ગુરુ દત્તાત્રેયનું વ્રત કોઇ પણ ગુરુવારથી થઇ શકે છે. ગુરુવાર એ દત્ત ભગવાનનો વાર ગણાય છે. ત્રણ, પાંચ, એકવીસ ગુરુવારનું વ્રત કરવાથી તેનું ફળ પ્રાપ્ત થાય છે. વ્રત દરમિયાન ઉપવાસ, એકટાણું કરી શકાય છે. પીળા રંગનો આહાર લઇ શકાય છે. નૈવેદ્યમાં કેસરના પેંડા ધરાવી શકાય છે. ભગવાન દત્તાત્રેયનું ધ્યાન ધરવું.
આદૌ બ્રહ્મા મધ્યે વિષ્ણુરત્ને દેવો સદાશિવ:
મૂર્તિ ત્રયસ્વરૂપાયે દત્તાત્રેય નમોસ્તુતે. અવધૂત સદાનંદ પરબ્રહ્મ સ્વરૂપિણે વિદેહ દેહ રૂપાચ દત્તાત્રેય નમોસ્તુતે. સત્યરૂપ સદાચાર સત્યધર્મ પરાયણ, સત્યાશ્રય પરોક્ષાય દત્તાત્રેય નમોસ્તુતે. જટાધરા પાંડુરંગ શૂલ હસ્તં કૃપા નિધિ, સર્વરોગ હરં દેવં દત્તાત્રેય મહં બજે. જગદુત્યતિક્તેં ચ સ્થિતિ સંહાર હેતવે ભવપાશ વિમુક્તાય દત્તાત્રેય નમોસ્તુતે. જરજન્મ વિનાશાય દેહશુદ્ધિ કરાય ચ, દિગમ્બર દયામૂર્તિ દત્તાત્રેય નમોસ્તુતે.

You might also like