ફિલ્મ ‘ફેમસ’માં જોવા મળેલી શ્રિયાઅે હિન્દી ફિલ્મ માટે બમણી ફી માગી

તાજેતરમાં ફિલ્મ ‘ફેમસ’માં જોવા મળેલી શ્રિયા સરનની આગામી હિંદી ફિલ્મ છે ‘તડકા’, જે અભિનેતા પ્રકાશ રાજની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે. શ્રિયા કહે છે કે આ એક રોમેન્ટિક કોમેડી છે, તેની કહાણી ગોવા પર આધારિત છે.

શ્રિયાએ પોતાની કરિયરની શરૂઆત ૨૦૦૧માં તેલુગુ ફિલ્મ ‘ઇસ્ટમ’થી કરી હતી, પરંતુ તેને અસલી ઓળખ ફિલ્મ ‘સંતોષમ્’થી મળી. વર્ષ ૨૦૦૭માં તે સુપરસ્ટાર રજનીકાંત સાથે ફિલ્મ ‘શિવાજી’માં જોવા મળી, જે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

હરદ્વારમાં ઊછરેલી શ્રિયાએ દિલ્હીમાં અભ્યાસ કર્યા બાદ એક્ટિંગ કરિયર શરૂ કરી અને ખૂબ જ જલદી તે દક્ષિણ ભારતીય ફિલ્મોની મોટી સ્ટાર બની ગઇ. તેણે આ વર્ષના માર્ચ મહિનામાં પોતાના રશિયન બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં. તેનો હસબન્ડ એન્દ્રેઇ ટેનિસ પ્લેયર છે અને તેનો બિઝનેસ પણ છે.

ઉલ્લેખનીય છે કે લગ્ન પછી શ્રિયા ફિલ્મોમાં પણ સતત સક્રિય રહે છે. એવી પણ ચર્ચા છે કે લગ્ન બાદ તેણે ઘણી નવી ફિલ્મો સાઇન કરવા માટે પોતાનું મહેનતાણું વધારી દીધું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટોલિવૂડમાં એક નિર્માતા તેને એક ફિલ્મમાં મોટા હીરોની સામે સાઇન કરવા ઇચ્છે છે. ફિલ્મ માટે જ્યારે તેનો સંપર્ક કરાયો ત્યારે તેણે ફિલ્મમાં કામ કરવાની હા પાડી, પરંતુ તેણે જે ફી માગી તે પહેલાંની તુલનામાં ખૂબ જ વધારે છે. હવે જોવાનું એ છે કે તેની આટલી મોટી ફીનો નિર્માતાઓ સ્વીકાર કરે છે કે નહીં? •

You might also like