અપાર લક્ષ્મી આપે છે શ્રીસૂક્ત

જગતનો દરેક મનુષ્ય અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરવાના મનસૂબા સેવતો હોય છે. આ માટે તે રાત દિવસ ગધેડાની જેમ વૈતરાં કરતો હોય છે. પોતાનો સ્વાર્થ સાધવા કાવાદાવા કરતો હોય છે.
જમવાના સમયે નથી તે ખાતો કે રાતના સમયે તે નિરાંતે ઊંઘી શકતો. કારણ ધન મેળવવાની લાલસામાં તે પાગલ થઈ ગયો હોય છે. તેને ફક્ત અને ફક્ત ધન સિવાય કાંઈ જ દેખાતું નથી. ધન કમાવવા લોકો પુરુષાર્થ કરે છે. એકલો પુરુષાર્થ કામ આવતો નથી. ધન મેળવવા અપાર પુણ્ય કરો. પુણ્યથી જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

શ્રીસૂક્ત ઋગ્વેદના પાંચમા મંડળમાં સૂચવેલ છે. જેનો શ્રદ્ધાથી નિયમિત પાઠ કરનારને તેનું યોગ્ય ફળ મળે જ છે. તેમા ૧૬ ઋચા છે. ભક્તો તેનો વારંવાર ઉપયોગ કરી ઈચ્છિત પરિણામ
મેળવે છે.

લક્ષ્મી પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ નિયમિત શ્રીસૂક્ત કરવો. અથવા શ્રીસૂક્તની ૧૬ ઋચામાંથી એક ઋચા પસંદ કરી તેનાથી હવન કરવો. તે મંત્રથી આહુતિ આપવી.

શ્રીસૂક્ત લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ઉપાયોમાં સૌથી શ્રેષ્ઠ તથા ઉત્તમ ઉપાય છે. જે કોઈ ભક્ત માની ચાંદી કે સોનાની મૂર્તિ કે માનાં કોઈ ચિત્ર આગળ શ્રીસૂક્તનો નિયમિત પાઠ કરે છે તે ભક્ત ખૂબ ટૂંક સમયમાં ધનવાન બનવો શરૂ થાય છે. જેમ દૂધમાં સાકર મેળવવાથી દૂધ મીઠું થાય છે તેમ શ્રીસૂક્તના નિયમિત શ્રદ્ધાયુક્ત પઠનથી જે તે ભક્ત મા મહાલક્ષ્મીની અપાર કૃપા મેળવવા માટે ભાગ્યશાળી બને છે. ખરેખર, જે ને ગરીબી ગમતી નથી, દરિદ્રતા ઉપર પુષ્કળ નફરત છે. તેણે ખૂબ શ્રદ્ધાથી શ્રીસૂક્તના પાઠ કરવા જોઈએ. ધનવાન બનવા આ ધનતેરશથી કે કોઈ પણ શુક્રવારથી શ્રીસૂક્તના પાઠ શરૂ કરો. જુઓ પછી મા લક્ષ્મીની અપાર કૃપા.

You might also like