શ્રધ્ધા કપૂર છે બધી અભિનેત્રીઓ કરતાં અલગ, સોશિયલ મીડિયામાં નથી કોઇ રસ….

હાલમાં ‘સાહો’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’ અને ‘આઇના’ ફિલ્મોમાં વ્યસ્ત શ્રદ્ધા કપૂરને મોટા ભાગની અભિનેત્રીઓથી અલગ સોશિયલ મીડિયામાં કોઈ રસ નથી.

શ્રદ્ધા કહે છે, ”હું ખુદ માટે બનાવેલા એક માળામાં રહું છું. મારા કેટલાક મિત્રો મને બોલિવૂડની ગપસપ જણાવવાનું કહે છે તો હું તેમને કહું છું કે મારી પાસેથી તેમને આવું કંઈ સાંભળવા નહીં મળે, કેમ કે મારા હાથમાં જે કામ આવે છે, હું તેમાં એટલી ડૂબેલી રહું છું કે મને આજુબાજુની કંઈ ખબર હોતી નથી. જો મને ટ્રોલ કરવામાં આવે તો પણ હું એ વાતને ગંભીરતાથી લેતી નથી. આ બધી બિનજરૂરી બાબતોમાં મારી રચનાત્મક ઊર્જા બરબાદ કરતી નથી, કેમ કે મારી પ્રાથમિકતા મારી કરિયર છે.”

અત્યાર સુધીની પોતાની બોલિવૂડ કરિયરનો ઉલ્લેખ કરતાં શ્રદ્ધા કહે છે, ”એ એક વિશેષ યાત્રા રહી, જેમાં મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. જેના માટે મેં ખૂબ જ પરસેવો વહાવ્યો અને સખત મહેનત કરી. મારાં માતા-પિતાએ મને હંમેશાં મારા દિલની વાત સાંભળવાનું કહ્યું છે અને મેં એમ જ કર્યું. ભલે મારી ‘આશિકી-૨’ ફિલ્મ હોય કે ‘હૈદર’, દરેક ફિલ્મની મારા દિલમાં એક ખાસ જગ્યા છે.

આજ સુધી મેં જે પણ ફિલ્મ કરી તે મારા માટે માઇલ સ્ટોન રહી.” શ્રદ્ધાના પિતા શક્તિ કપૂર દિલ્હીના છે. તેથી શ્રદ્ધાને વારંવાર દિલ્હી જવાનું થાય છે. તે કહે છે, ”દિલ્હી મારું બીજું ઘર છે. મારા કઝીન્સ ત્યાં રહે છે. દિલ્હી સાથે ઘણી યાદો જોડાયેલી છે.” •

You might also like