પિતા શક્તિ કપૂર સાથે કામ કરવા શ્રદ્ધા કપૂરની તમન્ના

શ્રદ્ધા કપૂરે પોતાના દમદાર અભિનયથી સાબિત કર્યું છે કે તે ઇન્ડસ્ટ્રીમાં માત્ર સુંદરતાના દમ પર ટકી નથી. તેના હુનરના દમ પર ઘણી વાર પ્રશંસા મેળવી ચૂકી છે. શ્રદ્ધાને પહેલાં લોકો શક્તિ કપૂરની પુત્રી તરીકે જાણતા હતા.

આજે શક્તિ કપૂરને તેના પિતા તરીકે ઓળખે છે. તે શક્તિ કપૂરની પુત્રીની ઓળખ કરતાં ક્યાંય આગળ વધી ચૂકી છે, જોકે તેને દિલથી ઇચ્છા છે કે તેને કોઇ ફિલ્મમાં તેના પિતા સાથે કામ કરવાનો મોકો મળે.

તે કહે છે કે ૨૦૧૦માં ‘તીન પત્તી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, જેમાં તેના પિતાએ નાનકડી ભૂમિકા કરી હતી, પરંતુ આ વખતે તે પોતાના પિતા સાથે કોઇ ફિલ્મમાં કામ કરવા ઇચ્છે છે. તેનું કહેવું છે કે તેને કોઇ એવી ઓફર મળી રહી નથી, જેમાં તેઓ સાથે કામ કરી શકે.

શ્રદ્ધા હવે મોકો શોધી રહી છે કે તેને તેના પિતા સાથે કામ કરવા મળે. છેલ્લે શાહિદ કપૂર સાથે ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ આવી હતી. હાલમાં તે બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલની બાયોપિક માટે તૈયારી કરી હી છે.

આ ઉપરાંત ‘બાહુબ‌િલ’ ફેમ પ્રભાસની ઓપોઝિટ ‘સાહો’ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ‘સાહો’ને એક જબરદસ્ત એક્શન ફિલ્મ ગણાવાઇ રહી છે, જેમાં માત્ર પ્રભાસ નહીં, પરંતુ શ્રદ્ધા પણ કેટલાક કમાલના એક્શન સીન કરશે. આ ફિલ્મ એકસાથે હિંદી, તામિલ, તેલુગુમાં શૂટ કરવામાં આવી રહી છે. •

You might also like