બોક્સ ઓફિસ પર ફ્લોપ છતાં શ્રદ્ધા કપૂર પાસે ફિલ્મોની લાઈન

શ્રદ્ધા કપૂરની છેલ્લી કેટલીક ફિલ્મો ‘રોકઓન-૨’, ‘ઓકે જાનૂ’, ‘હાફ ગર્લફ્રેન્ડ’ અને ‘હસીના પાર્કર’ બોક્સ ઓફિસ પર પીટાઇ ગઇ, છતાં પણ તેની કરિયરનો ગ્રાફ નીચે ઊતર્યો નથી. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે તેની ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં છે તો બીજી તરફ તે પોતાની અન્ય ફિલ્મો ‘સ્ત્રી’ અને ‘બત્તી ગૂલ મીટર ચાલુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

તે જયેશ પ્રધાન નિર્દેશિત ‘નવાબઝાદે’માં એક આઇટમ સોંગ કરતી પણ જોવા મળશે. આટલી નિષ્ફળતા સહન કર્યા બાદ પણ શ્રદ્ધાનો ઇરાદો ડગમગાયો નથી અને તે સતત કામમાં વ્યસ્ત છે.

જ્યારે શ્રદ્ધાને પૂછવામાં આવ્યું કે છેલ્લો થોડો સમય તેના માટે ખરાબ રહ્યો, કેમ કે એક પછી એક તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઇ ગઇ, જોકે તેણે કહ્યું કે હું એ બાબતનો ઇનકાર કરતી નથી કે મારી છેલ્લી ફિલ્મો ફ્લોપ રહી, પરંતુ આજે મારી પાસે સારી ફિલ્મો છે. હું મહેનત કરવામાં વિશ્વાસ રાખું છું અને મને મારા કામ અને મહેનત પર વિશ્વાસ છે. ક્યારેક ક્યારેક ફિલ્મનો વિષય સારો હોતો નથી.

તેથી તે નિષ્ફળ જાય છે. દરેક નિર્માતા-નિર્દેશક ઇચ્છે છે કે તે સારી ફિલ્મ બનાવે, પરંતુ દર્શકોને તે પસંદ ન પડે તો કંઇ ન કરી શકાય. આખરે અંતિમ નિર્ણય દર્શકોના હાથમાં હોય છે. મને મારા ફેન્સ પર પૂરો ભરોસો છે. તેઓ મને આમ જ પ્રેમ કરતા રહેશે. આમ, મારી આ નાનકડી સફરમાં મને ખુશી છે કે આટલા લોકો મારા પ્રશંસક છે, હું તેમના જ કારણે અહીં છું. •

You might also like