શ્રદ્ધા કપૂર ફેન્સની કિંમત જાણે છે

હમણાં થોડા સમયથી શ્રદ્ધા કપૂરને બોક્સ ઓફિસ પર નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેના ફેન્સની સંખ્યામાં ઘટાડો થયો નથી. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા સતત વધી રહી છે. કદાચ જ કોઇ એવી સેલિબ્રિટી હશે, જેની સોશિયલ મીડિયા પર હાજરી ન હોય. શ્રદ્ધા પણ આ વાતનો ખાસ ખ્યાલ રાખે છે કે તે ભલે ગમે તેટલી વ્યસ્ત હોય, પરંતુ પોતાને ચાહનારા લોકોને ચોક્કસપણે સમય આપે. ખાસ કરીને ફેસબુક પર તેને વધુ પ્રેમ મળી રહ્યો છે. આ ‘આશિકી ગર્લ’ના ફોલોઅર્સની સંખ્યા ૧.૫ કરોડથી વધુ થઇ ચૂકી છે.

છેલ્લા થોડા સમયથી શ્રદ્ધા કપૂર બોક્સ ઓફિસ પર સફળતાથી દૂર છે. પહેલાં ‘રોકઓન-૨’ અને ત્યારબાદ ‘ઓકે જાનૂ’ જેવી તેની સતત બે ફિલ્મો ફ્લોપ રહી. હાલમાં તેની ‘હાફ ગર્લફ્રેન્ડ’ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. આ ઉપરાંત અપૂર્વ લાખિયા નિર્દેશિત ‘હસીનાઃ ધ ક્વીન ઓફ મુંબઇ’માં પણ તે જોવા મળશે. એક પછી એક ફ્લોપ ફિલ્મોની વચ્ચે તાજેતરમાં શ્રદ્ધા કપૂરે એ અફવાઓનું પણ ખંડન કર્યું છે, જેમાં એવું કહેવાતું હતું કે પોતાની ફિલ્મોની અસફળતા બાદ તેણે પોતાના મેનેજરની ટીમને બદલવાનું નક્કી કર્યું છે. શ્રદ્ધાનું કહેવું છે કે હિન્દી સિનેમામાં ઉતાર-ચઢાવની વચ્ચે તેની પાસે મજબૂત ટીમ છે. શ્રદ્ધા ‘હસીનઃ ધ ક્વીન ઓફ મુંબઇ’ ફિલ્મમાં હસીના પાર્કરના ૧૮ વર્ષથી લઇને ૪૮ વર્ષ સુધીની ઉંંમરનાં વિવિધ પાત્રો ભજવશે. હસીના બનેલી શ્રદ્ધા ફિલ્મમાં ત્રણ યંગ બાળકોની માતાના રૂપમાં પણ જોવા મળશે.

http://sambhaavnews.com/

You might also like