શ્રદ્ધા કપૂરે લગાવી ઊંચી છલાંગ

નાનાં પાત્રોથી કરિયરની શરૂઆત કરનાર શ્રદ્ધા કપૂરે ૨૦૧૩માં ‘આશિકી-૨’માં શાનદાર અભિનય કરીને દર્શકોનાં દિલ જીતી લીધાં. કરિયરમાં બહુ ઊંચી છલાંગ લગાવ્યા બાદ શ્રદ્ધા સ્ટાર બની ગઇ. ‘એક વિલન’, ‘હૈદર’ તથા ‘બાગી’ જેવી ફિલ્મોએ તેને વધુ ને વધુ સફળ બનાવી. શ્રદ્ધા કપૂરની છેલ્લી ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી અને તેને પ્રશંસા પણ ખૂબ જ મળી. નવી નાયિકાઓમાં આજે શ્રદ્ધા કપૂર સૌથી વધુ ભરોસાપાત્ર અને સંભાવનાશીલ દેખાય છે.

શ્રદ્ધા કપૂર હીરોઇન ઓરિયેન્ટેડ ફિલ્મ કરતાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા વધુ મજબૂત કરવા ઇચ્છે છે. ‘એક વિલન’, ‘એબીસીડી-૨’ અને ‘બાગી’ ફિલ્મમાં શ્રદ્ધાના સિંગિંગનાં વખાણ થયા બાદ હવે તે આવી જ ફિલ્મો કરી રહી છે, જેમાં તેને ગાવાનો મોકો મળે. વિવિધ રંગી પાત્ર ભજવવામાં પારંગત શ્રદ્ધા કપૂરને અભિનય વારસામાં મળ્યો છે. શ્રદ્ધા કપૂર ડાન્સ અને રોમાન્સની સાથે રૂટિન અભિનેત્રીઓના રોલ કરતાં દર્શકોનાં દિલની ધડકન બની ચૂકી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘બાગી’ ફિલ્મમાં તે પહેલી વાર ટાઇગર શ્રોફ સાથે દેખાઇ અને ટાઇગરની જેમ જ એક્શન સીન કરીને ચાહકોનાં દિલ જીતવામાં સફળ રહી. •

You might also like