કુદરતે વિચાર્યં છે એ જ થવાનું છેઃ શ્રદ્ધા

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને કુદરતમાં વિશ્વાસ છે. તે કહે છે, હું ક્યારેય કોઇ વસ્તુનું પ્લાનિંગ કરતી નથી અને સમય સાથે આગળ વધવામાં જ માનું છું. કુદરતે જે વિચાર્યું છે, નક્કી કર્યું છે તે જ થવાનું છે. વધુ પડતું વિચારીને કોઇ ફાયદો થવાનો નથી. શ્રદ્ધાના મનમાં હંમેશાં હટકે ફિલ્મો કરવાની ધૂન સવાર હોય છે. તે કહે છે, હું જે પણ ફિલ્મ કરું તે અલગ પ્રકારની હોય તેમ હું વિચારું છું. કુદરતે બધી જ રચનાઓ રચેલી હોય છે. મને અલગ પ્રકારની ફિલ્મોની ઓફર મળતી રહી છે અને હજુ પણ મળતી રહે છે. મારા માટે આ સારી વાત છે.

શ્રદ્ધા સારી ઓફર મળે તો હોલિવૂડ જવા પણ ઇચ્છે છે. તે કહે છે કે હું ભારતની છું અને હિન્દી ફિલ્મોનો ભાગ છું. મારા માટે આ ખુશીની વાત છે. જો કોઇ સારી ઓફર મળશે તો જ હું હોલિવૂડ જવાનું પસંદ કરીશ. જો ઓફર મજેદાર નહીં હોય તો હું જ્યાં છું ત્યાં જ સારી છું. ગ્લેમરસ હોવું એક અભિનેત્રી અને તેના બિઝનેસનું અભિન્ન અંગ છે. અભિનેત્રીઓએ હંમેશાં આકર્ષક દેખાવું પડે છે, પરંતુ શ્રદ્ધા આ વાતમાં વિશ્વાસ રાખતી નથી. તે કહે છે, હંમેશાં આકર્ષક દેખાવું તેવો કોઇ નિયમ નથી. જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે તમારે આકર્ષક દેખાવાનું હોય છે, પરંતુ હું કપડાં હંમેશાં એ જ પહેરું છું, જે મને પસંદ છે. આજે જે ઝીરો ફિગરનો ટ્રેન્ડ છે તેનો શ્રદ્ધા પણ વિરોધ કરે છે. તે માત્ર એક્ટિંગને મહત્ત્વ આપે છે. •

You might also like