સંજય સર સાથે ફિલ્મ કરવાની દિલથી ઈચ્છાઃ શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર એક સારી અભિનેત્રી હોવાની સાથે સારી સિંગર પણ છે. તેણે પોતાના અવાજથી લોકોનાં દિલ જીત્યા બાદ જબરદસ્ત ડાન્સ કરીને દર્શકોને ચોંકાવી દીધા. અા વર્ષે ફિલ્મ ‘બાગી’માં એક્શન સીન અાપીને પણ તેણે ઈઝિલી લોકોનાં મન મોહી લીધાં. હંમેશાં ચુલબુલી અને ખુશ દેખાતી શ્રદ્ધા એક શાંત અને મૃદુ સ્વભાવની વ્યક્તિ છે. અત્યાર સુધીની પોતાની ફિલ્મી સફર અંગે તે વાત કરતાં કહે છે કે મારા પર ભગવાનની કૃપા રહી, જેથી મને સારી ફિલ્મનો ભાગ બનવાનો મોકો મળ્યો. દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. અાશા રાખું છું કે હું વધુ મહેનત કરીશ, જેથી દર્શકોએ નિરાશ ન થવું પડે. મારી સફર અત્યંત ચઢાવ-ઉતારવાળી રહી. મેં પડકાર પણ જોયા. ફિલ્મ નિર્માણ અને એક્ટર બનવામાં ખૂબ મહેનત કરવી પડે છે. દરેક રોલની એક અલગ માગ હોય છે. તમારે તેના રોલ પ્રમાણે તૈયાર થવું પડે છે. એક્ટિંગ કોઈ સરળ વસ્તુ નથી.

સિંગર, ડાન્સર અને એક્શન સ્ટાર બાદ શ્રદ્ધાની ઈચ્છા પડકારવાળી ભૂમિકાઓ ભજવવાની છે. તે કહે છે કે રોજ બાધાઓ અાવતી રહે છે, પરંતુ કંઈક નવું કરવા માટે જોશ પણ રહે છે. રોજ અાગળ વધવા માટે હું ખુદને ધક્કો મારું છું. દરેક દિવસ પડકારથી ભરેલો હોય છે. શ્રદ્ધાની દિલથી ઈચ્છા સંજય લીલા ભણશાળી સાથે એક ફિલ્મ કરવાની છે. તે કહે છે કે મારી પાસે જે ઓફર અાવે છે તેમાંથી મારે પસંદગી કરવાની હોય છે, પરંતુ હું સંજય સર સાથે જ્યારે ફિલ્મ કરીશ ત્યારે મારી જાતને હું ખુશનસીબ સમજીશ. •

You might also like