‘સેલ્ફમેડ’ અભિનેત્રી શ્રદ્ધા કપૂર

બોલિવૂડ કે જ્યાં ગોડફાધર વગર સ્ટારડમ તો શું ફિલ્મો પણ મળતી નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ થોડાં જ વર્ષમાં સ્ટાર બની જાય અને તેના કોઈ ગોડફાધર ન હોય તો સમજવું કે તેનામાં કોઈ ખાસ છે. અાવી જ અભિનેત્રી છે-શ્રદ્ધા કપૂર. તેણે સાબિત કર્યું છે કે સ્ટાર બનાવાતા નથી, પરંતુ તેઅો ખુદ પોતાની જગ્યા બનાવી જ લે છે. છેલ્લા એક દાયકામાં અાવેલી રોમેન્ટિક ફિલ્મોમાં શ્રદ્ધાની ‘અાશિકી-૨’ને સર્વશ્રેષ્ઠ શ્રેણીમાં રાખવામાં અાવે છે. અા િફલ્મે શ્રદ્ધાને સ્ટાર બનાવી. તેણે ફિલ્મોની િવવિધતા પર ધ્યાન અાપ્યું અને તેનું પરિણામ અે અાવ્યું કે તેણે સતત પાંચ સુપરહિટ ફિલ્મો અાપી. ‘અાશિકી-૨’ બાદ ‘એક વિલન’, ‘હૈદર’, ‘એબીસીડી-૨’ અને ‘બાગી’.

અા તમામ ફિલ્મોમાં શ્રદ્ધાઅે પોતાની છાપ છોડી.
નવી પેઢીની અભિનેત્રીઅોમાં અાલિયા ભટ્ટને સૌથી વધુ માર્ક્સ અાપવામાં અાવે છે. બોક્સ અોફિસ અને ફિલ્મ સમીક્ષક તેના માટે સકારાત્મક છે, પરંતુ શ્રદ્ધા હવે અાલિયાથ‌ી પણ અાગળ નીકળી ચૂકી છે. અાલિયા પર ધર્મા પ્રોડક્શનનો ઠપ્પો લાગેલો છે, જ્યારે શ્રદ્ધા કોઈ કેમ્પ સાથે સંકળાયેલી નથી. કરિયરની શરૂઅાતમાં તેણે યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મના કરાર કર્યા. શ્રદ્ધાઅે ‘લવ કા એન્ડ’માં સારી એક્ટિંગ કરી, પરંતુ અા ફિલ્મ ન ચાલી. તેથી શ્રદ્ધા જાણી ગઈ કે પોતાનો રસ્તો જાતે જ બનાવવો પડશે. યશરાજ ફિલ્મ્સ સાથેનો કોન્ટ્રાક્ટ તોડવો ખરેખર હિંમતનું કામ હતું. ટીકાઅો બાદ પણ તેણે પોતાનો ફેંસલો ન બદલ્યો અને પછી ‘અાશિકી-૨’ ફિલ્મ અાવી. ત્યારબાદ તેણે અે રસ્તા તરફ પાછું વળીને ન જોયું, જ્યાં બેનરના દમ પર સ્ટાર ઊભા કરાય છે. શ્રદ્ધાની સાથે કામ કરનારા નિર્માતા, નિર્દેશકો અને અભિનેતાઅો માને છે કે તે એક સેલ્ફમેડ અભિનેત્રી છે. શ્રદ્ધા કહે છે કે હું ખૂબ જ સારું અનુભવી રહી છે. મારી લાગણીઅોને શબ્દોમાં દર્શાવવી મુશ્કેલ છે. બોક્સ અોફિસ પર કમાણીની સાથે-સાથે દર્શકોના પ્રેમ અને સમર્થનને મેળવી હું ધન્ય બની છું. •

You might also like