શ્રદ્ધા કપૂરનાં સિક્રેટ્સ જાણો

શ્રદ્ધા કપૂરનાં કેટલાંક સિક્રેટ્સ મજાનાં છે. શ્રદ્ધાના જણાવ્યા મુજબ છેલ્લા થોડાં વર્ષથી તે એક ડાયરી લખતી હતી, પરંતુ ફિલ્મ ‘અાશિકી-૨’ના શૂટિંગ બાદ તેણે ડાયરી લખવાનું છોડી દીધું. શ્રદ્ધાને સોસ એટલે કે કેચઅપ પસંદ નથી. તે જે રૂમમાં કેચઅપની સ્મેલ પણ આવે ત્યાં ઊભી રહેતી નથી. શ્રદ્ધાને જૂતાં પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. અલગ અલગ પ્રકારનાં જૂતાં ખરીદવાં અને પહેરવાં તેને ખૂબ જ ગમે છે. તેની પાસે લગભગ દરેક બ્રાંડનાં જૂતાં છે. શ્રદ્ધાની પાચનશક્તિ ખૂબ જ સારી છે. આ જ કારણે
તે કોઇ ડાયટિંગ કરતી નથી અને ખૂબ જમે છે.
મોહક હાસ્યથી લોકોનાં દિલ જીતનાર શ્રદ્ધા કપૂરની સુંદરતા પણ મનમોહક છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હોવાના કારણે તે ફિટનેસને લઇને પણ જાગ્રત છે. તે કહે છે કે હું અને મારો પરિવાર રાત્રે આઠ વાગ્યા પહેલાં ‌િડનર કરી લઇએ છીએ અને ૧૧ વાગ્યા પહેલાં સૂઇ જઇએ છીએ, કેમ કે રૂટિનમાં રહીશું તો જ ફિટ રહી શકીશું. તે કહે છે કે હું ફળ અને શાકભાજી મોટા પ્રમાણમાં ખાઉં છું. ફાસ્ટ ફૂડથી દૂર રહું છું. પ્રોટીન માટે હંમેશાં શાકાહારી ખોરાક પર વિશ્વાસ રાખું છું. શ્રદ્ધા કપૂર તેના સુંદર વાળ માટે પણ જાણીતી છે. •

You might also like