શરદ યાદવ પર બોલ્યા નીતિશ, ‘દેખાડો દમ નહીં તો જશે રાજ્યસભા સીટ’

પટના: શરદ યાદવે પાર્ટી તોડવા વાળા નિવેદન પર નીતિશ કુમારને પડકાર ફેક્યો છે કે શરદ પાર્ટી તોડીને દેખાડે. નીતિશે કહ્યું કે જો એ આવું કરવા માટે જરૂરી સંખ્યા એકત્રિત કરી શકશે નહીં તો એમને પોતાની રાજ્યસભા સીટ ગુમાવી પડી શકે છે. પાર્ટીની નેશનલ કાઉન્સિલે ઓપન સેશનમાં શરદનું નામ લીધા વગર નીતિશે કહ્યું, ‘શું તમારી પાસે જેડીયૂને તોડવા માટે પૂરતી સંખ્યા છે? શું તમારી પાસે 2/3 ધારાસભ્યો અને સાંસદ છે? યાદ રાખજો કે જો તમે પાર્ટી તોડી શક્યા નહીં તો તમારી રાજ્યસભા સભ્યતા જશે.’

જણાવી દઇએ કે 2014માં રાજ્યસભા સાંસદ બનતાં પહેલા શરદ યાદવ સીમાંચલ ક્ષેત્રની મધેપુરા સીટથી 4 વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. શનિવારે નેશનલ એક્ઝિક્યુટિવની મીટિંગમાં નીતિશ કુમારે જેડીયૂના એનડીએમાં સમાવેશ થવાની જાહેરાત કરી. આ મીટિંગમાં સીમાંચલ ક્ષેત્રથી આવાનાર દરેક ધારાસભ્યો પણ હાજર હતા. તો બીજી બાજુ શરદ યાદવના 14 રાજ્યોના યૂનિટ્સનો સપોર્ટ હોવાના દાવાથી વિરુદ્ધ દરેક 71 જેડીયૂ ધારાસભ્ય, 30 એમએલસી, 2 લોકસભા સાંસદ, 7 રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય સ્તરના મોટાભાગે નેતાઓની નીતિશની અધ્યક્ષતમાં થયેલ નેશનલ એક્ઝીક્યુટિવની મીટિંગમાં ભાગ લીધો.

નીતિશ કુમારનું આ નિવેદન શરદ યાદવની જન અદાલતની પ્રતિક્રિયાના રૂપમાં આવ્યું છે. શરદ યાદવે જેડીયૂ ભાજપ ગઠબંધનની વિરુદ્ધ જન અદાલતનું આયોજન કર્યું હતું. એના બે દિવસ પહેલા જ કોંગ્રેસે દિલ્હીમાં એક મોટો કાર્યક્રમ કરીને એનડીએ વિરુદ્ધ વિપક્ષને યુનાઇટેડ દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો. શરદ યાદવ આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ બન્યા હતા.

http://sambhaavnews.com/

You might also like