ખભાનો દુખાવો હોઈ શકે હૃદયરોગનું ચિહ્ન

જો વારતહેવારે તમારા ખભામાં દુખાવો થતો હોય તો એને સામાન્ય દુખાવો ગણી લઈને અવગણવાની ભૂલ કરવા જેવી નથી. એ હૃદયરોગ જેવી ગંભીર બીમારીનું ચિહ્ન પણ હોઈ શકે. અા ચેતવણી અમેરિકાની યુટા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનમાં કાર્યરત પ્રોફેસર કર્ટ હેગમેને અાપી છે. અા તારણ પર પહોંચવા માટે તેમણે ૧૨૨૬ સ્કિલ્ડ લેબરર્સનાં અાવાં શારીરિક ચિહ્નો અને તેમની બીમારી તથા એની વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો હતો. તેમણે જોયું કે ખભાનો દુખાવો હૃદયરોગનું કારણ બને એ પહેલાં એ હાઈ બ્લડપ્રેશર, ઊંચું કોલેસ્ટરોલ, ડાયાબિટીસ જેવાં એક કે એકથી વધુ પરિબળોમાંથી પસાર થાય છે. અામાંથી કોઈ પણ રિસ્ક-ફેક્ટર મોજૂદ હોય તો તેમને સંપૂર્ણ નીરોગી લોકો કરતાં હૃદયરોગ થવાનું જોખમ ૪.૬ ગણું વધી જાય છે.
http://sambhaavnews.com/

You might also like