બોલિવુડ કલાકારોએ અણસમજુ રીતે અસહિષ્ણુતા મુદ્દે ટીપ્પણીઓ કરી: શત્રુઘ્ન

જયપુર : સોમવાર જયપુર સાહિત્ય સમારોહના અંતિમ દિવસે પોતાનાં પુસ્તક એનિથિંગ બટ ખામોશ પર વાતચીત કરતા અભિનેતા, નેતા અને હવે લેખક શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે બોલિવુડનાં કલાકારોએ બાળપણ અને અણસમજુતીમાં અસહિષ્ણુતાની વાતો કરી છે. પટના સાહિબ ખાતેથી ભાજપનાં સાંસદ સિંહાએ કહ્યું કે કાજોલે જેએલએફમાં જે કાંઇ પણ કહ્યું તેની વાત સાથે હું 100 ટકા સંમત છું.ઉલ્લેખનીય છે કે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં આવેલી કાજોલે કહ્યું હતું કે બોલિવુડ અને દેશમાં અસહિષ્ણુતાનો કોઇ સવાલ જ નથી. બોલિવુડનાં સાથીઓએ જે કાંઇ પણ કહ્યુ તેની સાથે મારે કોઇ નિસ્બત નથી.
શત્રુઘ્ન સિંહાના પુસ્તકનાં સંપાદક ભારતી એસ.પ્રધાને જ્યારે તેમને સાંપ્રદાયિકતા અંગે વાત કરી તો સિંહાએ પોતાના પુસ્તકમાં લખેલી વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે 93માં મુંબઇ સળગી રહ્યું હતું ત્યારે મે દિલ્હીમાં શાહી ઇમામનાં ભાઇને પોતાનાં ઘરમાં આશ્રય આપ્યો હતો. તે ઉપરાંત તેને સુરક્ષીત દિલ્હી પહોંચાડીને મને શાંતિ થઇ હતી.
શત્રુઘ્ન સિન્હાએ એક દર્શકનાં સવાલનાં જવાબ આફતા કહ્યું કે મે યાકુબની ફાંસી રોકવા માટે કોઇ પેરવી કરી નહોતી. તેમણે કહ્યું કે આ મારી વિરુદ્ધ હિતશત્રુઓનું ષડયંત્ર હતું. જયપુર લિટરેચર ફેસ્ટિવલનાં પ્રોગ્રામ ખામોશ શોટ ગન સિંહા સ્પીકમાં શત્રુઘ્ન સિન્હા બોલી રહ્યા હતા. આ પ્રોગ્રામમાં તેમની સાથે શશિ થરૂર, સુહૈલ સેઠ અને ભારતી પ્રધાન પણ હાજર રહ્યા હતા.

You might also like