કપાસનાં ઉત્પાદનમાં ૧૧ ટકાની ઘટ

અમદાવાદઃ પાછલા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ ૨૦૧૫-૧૬ના સમયગાળા દરમિયાન કપાસની આવકમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર ઓક્ટોબર ૨૦૧૫થી ફેબ્રુઆરી ૨૦૧૬ની વચ્ચે કપાસની આવક ૨૪૫ લાખ ગાંસડી રહી છે. ઉલ્લેખનીય છે કે એક ગાંસડીમાં ૧૭૦ કિલો કપાસ હોય છે. પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૨૭૬.૨ લાખ ગાંસડી કપાસની આવક થઇ હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રોકડિયા અન્ય પાકમાં મળતી વધુ આવક તો બીજી બાજુ કપાસના પાકમાં મળતા ઓછા વળતરને લઇને ખેડૂતો અન્ય પાકના વાવેતર તરફ વળ્યા છે.

You might also like