૧૫ લાખના પગારથી શોર્ટલેગ ફિલ્ડર માટે BCCIએ રિઝ્યુમ મગાવ્યા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને નિષ્ણાત શોર્ટ લેગ ફિલ્ડરની તાત્કાલિક જરૂર પડી છે. ફિલ્ડિંગમાં બેટ્સમેન સામે ઊભા રહેવા માટે બીસીસીઆઇએ વેકેન્સી કાઢી છે. સૌથી ખતરનાક ફિલ્ડિંગ પોઝિશનમાં સામેલ આ સ્થાન માટે આકર્ષક સેલેરી પર ખેલાડીની ભરતી કરવામાં આવશે. શોર્ટલેગ માટે ખેલાડીઓને રૂપિયા ૧૫ લાખનું વેતન ઉપરાંત વધારાનાં ભથ્થાં પણ અપાશે, જેમાં મેચ વિનિંગ કેચ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ સામેલ છે. ફિલ્ડિંગની આ પોઝિશન માટે ભરતીમાં ચપળ ફિલ્ડરને પ્રાથમિકતા અપાશે, જે ઘરેલુ મેચોમાં ફિલ્ડિંગ દરમિયાન પોતાની ચપળતા દેખાડી ચૂક્યો હોય. બ્રેવરી એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલા બહાદુરોને વધારાના પોઇન્ટ અપાશે. એવા ખેલાડી, જે શોર્ટલેગ પર ફિલ્ડિંગ કરવા ઇચ્છુક હોય તેમણે પોતાની રિઝ્યુમ [email protected] પર મોકલવા જણાવાયું છે.
http://sambhaavnews.com/

You might also like