દુકાનો, હો‌સ્પિટલ અને સરકારી કચેરીઓમાં હવે કેશલેસ ટ્રાન્ઝેક્શન આવશે

નવી દિલ્હી: કેશલેસ ટ્રાન્ઝેકશન વધારવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નિયમોમાં ફેરફાર કરનાર છે. આ ફેરફાર દ્વારા નાની દુકાનોથી લઇને હોસ્પિટલ, બસ, સરકારી કાર્યાલયો વગેરે દરેક જગ્યાએ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે. આ માટે દેશના નાના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાની યોજના છે.

અારબીઆઇ દ્વારા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા ર૦૧૮ના વિઝન પ્લાનમાં જણાવાયું છે કે અત્યારે કેશલેસ ટ્રાન્ઝેકશન માટે માળખાગત સુવિધાનો અભાવ છે. આરબીઆઇના જણાવ્યા અનુસાર હવે નાની દુકાનથી લઇને હોસ્પિટલ, બસ, સરકારી કાર્યાલયો બધાને કેશલેસ ટ્રાન્ઝેકશન હેઠળ આવરી લેવામાં આવશે.

આ સ્થળોએ કાર્ડ દ્વારા પેમેન્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે, જેમાં એટીએમથી લઇને પીઓએસ મશીનના ઇન્સ્ટોલેશન માટે ધ્યાન કે‌િન્દ્રત કરાશે.

You might also like