સુરતમાં જામ્યો દિવાળીની ખરીદીનો માહોલ, મિઠાઇનાં વેચાણમાં થયો 30 ટકા ઘટાડો

સુરતઃ દિવાળીનાં તહેવારને લઈને આજકાલનાં રોજ બે દિવસથી બજારોમાં લોકોનો સતત ઘસારો જોવાં મળી રહ્યો છે. ત્યારે સુરતમાં દિવાળીને લઈને બજારોમાં અવનવી મિઠાઇઓ જોવાં મળી રહી છે. શહેરમાં આ વર્ષે સોનાનાં વરખવાળી મિઠાઈનું વેચાણ વધુ થઈ રહ્યું છે. મિઠાઇનો ભાવ પ્રતિ કિલો 9 હજાર રૂપિયા હોવા છતાં મોટી સંખ્યામાં લોકો મિઠાઈ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે.

દિવાળીને લઇને બજારમાં મોડા સુધી ખરીદી જામતી જોવાં મળી રહી છે. બજારમાં ખરીદી માટે લોકોની ભીડ વધતાં બજારોમાં ચારે બાજુ રોનક-રોનક જોવાં મળી રહી છે. મોડે-મોડે સુધી પણ ગ્રાહકો આવતાં હોવાંથી વેપારીઓ હાશકારો અનુભવી રહ્યાં છે. ત્યારે દિવાળીને લઈને વેપારીઓ દ્વારા ખાસ અવનવી વેરાયટીઓ પણ બનાવવામાં આવી રહી છે.

જો કે સદનસીબે મહત્વનું છે કે, આ વર્ષે મોંઘવારીને લઈને ગત વર્ષ કરતા મિઠાઈઓનું વેચાણ પણ ઘટ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે મિઠાઈનાં વેચાણમાં 30 ટકા જેટલો ઘટાડો થયો છે. દિવાળી અને નવા પર્વની ઉજવણીને લઇને ગૃહિણીઓ પણ ઘરની સફાઇ અને દિવાળીનાં ખાસ નાસ્તા બનાવવામાંથી ફ્રી થયા બાદ તેઓ બજારમાં ખરીદી માટે તેમજ ગૃહ સુશોભનની વસ્તુઓ ખરીદવા માટે નીકળતાં જોવાં મળી રહ્યાં છે.

You might also like