રિતેશ પુત્રથી સંતાઇને જાય છે શૂટિંગ પર!

મુંબઇઃ રિતેશ દેશમુખને તેના પુત્ર પ્રત્યે ખૂબ જ લગાવ છે. તે ઘરે પોતાની પત્ની અને બાળકો સાથે સમય પસાર કરવાનું વધારે પસંદ કરે છે. તેમનો પુત્ર રિઆન હજી માત્ર પોણા બે વર્ષનો છે, પરંતુ તે તેના પિતાનો ખૂબ જ દિવાનો છે. તે જેઓ પિતાને તૈયાર થઇને બહાર જતા જોવે કે તેની આજુ બાજુ ફરવાનું ચાલું કરી દે છે.

જો તેની સામે જ પિતા બહાર જતા રહે તો જેનેલિયા માટે રિઆનને સંભાળવો મુશ્કેલ બની જાય છે. તેથી જ રિતેશ જ્યારે પણ કોઇ કામ માટે કે શુટિંગ માટે બહાર જાય તો રિઆનથી સંતાઇને જવું પડે છે. આ અંગે રિતેશ કહે છે કે, જ્યારથી તે સમજણો થયો છે ત્યારથી તેનો મારી પ્રત્યેનો લગવા વધી ગયો છે. હું શૂટિંગમાંથી ગમે ત્યારે ગમે તેટલો થાકીને આવુ તો પણ તેની સાથે થોડો સમય વિતાઉં છું.

રિઆનને જોઇને ઘણી વખત મને મારા પિતાની યાદ આવી જાય છે. તેઓ મને હંમેશા હું ક્યાં પણ બહાર જઉં ત્યારે સલાહ આપતા અને કહેતા કે જ્યારે તું પિતા બનીશ ત્યારે તું મારી વાતોને સમજી શકીશ. આજે પિતા બન્યા પછી તેમની અમારા પ્રત્યેની ચિંતા અને પ્રેમને હું સમજી શક્યો છું.

You might also like