દેશના 55 એરબેસ પર હાઇ એલર્ટ, દેખો ત્યાં ઠારનો આદેશ

નવી દિલ્હી: પઠાણકોટ એરબેસ પર થોડા દિવસો પહેલાં આતંકવાદી હુમલા લેતાં રક્ષા મંત્રાલયે પશ્વિમી કમાંદના બધા એરબેસને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહી મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે કોઇપણ એરબેસ પર અધિકારી સિવાય કોઇના પણ પ્રવેશ પર સખત પાબંધી લગાવી દેવામાં આવી છે.

રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના પશ્વિમી કમાંડના 54-55 એરબેસ પર સખત કરવાની છે. આ એરબેસ અપ્ર રણનીતિક સંપત્તિ રાખવામાં આવી છે. સુરક્ષા વધારવાની સાથે-સાથે સેના અને પેરા મિલિટ્રી ફોર્સની સાથે નિયમિત અભ્યાસની સાથે ક્વિક રિએક્શન ટીમ બનાવવાની કવાયત પણ શરૂ કરવામાં આવી છે.

સરકારે પઠાણકોટ હુમલામાંથી શિખામણ લેતાં જલદી જ એરબેસને સુરક્ષિત કરવાની સાથે જ સ્થિતિનો સામનો કરવા માટે સુરક્ષા સિસ્ટમને મજબૂત કરવામાં જોડાઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2 જાન્યુઆરીના રોજ 3:30 કલાકે પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહંમદના છ આતંકવાદીઓએ પઠાણકોટમાં આતંકવાદી હુમલો કર્યો હતો. તેમાં સુરક્ષાબળોના સાત જવાન શહીદ થઇ ગયા હતા, જ્યારે લાંબા ચાલેલા ઓપરેશન બાદ બધા જ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ હુમલા બાદ એરફોર્સ ચીફ અને સરકારે નિવેદન આપ્યું હતું કે આતંકવાદીઓના નિશાના પર વાયુસેનાના જહાજ, હથિયાર અને મોટા અધિકારીઓ હતા.

ભારતીય વાયુસેનાએ એરબેસની સુરક્ષાને કડક કરવા માટે ઉચ્ચ ટેક્નોલોજીવાળા ઉપકરણોની પણ માંગણી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના માટે વાયુસેના દ્વારા 600 થી 8000 કરોડના ખર્ચનું અનુમાન છે. આ ઉપરાંત ગરૂદ કામાંડોની 10 વધારાની સ્ક્વાડ્રનો ગોઠવવામાં આવશે, જેમાં1000 જવાન હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય વાયુસેના દ્વારા તાજેતરમાં આયોજિત એક સુરક્ષા બેઠકમાં કરવામાં આવ્યો છે. તેમાં એરબેસના ચારેય તરફ વિજળીના તરની વાડ પણ લગાવવામાં આવશે.

You might also like