ગૃહમંત્રી પ્રદિપસિંહ પર પુર્વ કોન્સ્ટેબલે જુત્તુ ફેંકતા ચકચાર

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા બહાર રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જુતુ ફેકવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પૂર્વ કોન્સ્ટેબલ ગોપાલ પટેલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જુતુ ફેંક્યું મળતી માહિતી મુજબ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા જ્યારે વિધાનસભા બહાર પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા.

તે સમયે અચાનક પૂર્વ કોન્સ્ટેબલ ગોપાલ પટેલે પોતાનો બુટ કાઢી પ્રદિપસિંહ જાડેજાને માર્યો. આ ઘટના બન્યા બાદ તુરંત સિક્યુરિટીએ ગોપાલ પટેલને દબોચી લઈ તેની પર કાબુ મેળવી લીધો છે. હાલમાં ગોપાલ પટેલને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે.

હાલ મળતી માહિતી અનુસાર ગોપાલ પટેલને એસઓજી દ્વારા પોતાની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. જો કે હજી સુધી પોલીસ કેસ નોંધાયાની માહિતી પ્રાપ્ત થઇ નથી. જો કે કેસ નોંધાશે તો સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાશે તેવી અટકળો લગાવાઇ રહી છે. હાલ તે એસઓજીની કસ્ટડીમાં રખાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી પર જુતુ ફેંકનાર વ્યક્તિ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ છે, ગોપાલ પટેલ અગાઉ નીતિન પટેલને પણ ફોન કરી ચૂક્યો છે. ગોપાલે નીતિન પટેલને પણ ફોન કર્યો હતો. નીતિન પટેલ સાથેનો તેનો ઓડિયો થયો હતો વાયરલ. ગોપાલ હાલ ધધુંકામાં સરકારી કર્મચારી છે, તે ધંધુકા ખાતે પ્રાંત ઓફિસમાં કરે છે કામ.

You might also like