Categories: India Trending

OMG! સાંસદોને દર મહિને કેટલું મળે છે વેતન, જાણીને ચોંકી ઊઠશો…

આપણા દેશમાં વાર્ષિક માથાદીઠ આવક જો આપણે જોવા જઇએ તો તે અંદાજે 1 લાખ રૂપિયા છે. એટલે કે સામાન્ય રીતે દરેક ભારતીય વર્ષમાં 1 લાખ રૂપિયાની તો કમાણી કરી જ લે છે પરંતુ શું આપ આપનાં દ્વારા જ પસંદ કરાયેલા નેતાઓનાં વેતન વિશે જાણો છો.

તો તેમનું વેતન જાણીને આપને નવાઇ લાગશે. આપનાં દ્વારા જ પસંદ કરાયેલા આ નેતાઓને સેલરી સિવાય પણ તેમને એટલું ભથ્થું આપવામાં આવે છે કે જેની આપ કલ્પના પણ નહીં કરી શકો.

એક સાંસદને દર મહિને 1 લાખ 40 હજાર રૂપિયા ફિક્સ મળે છે. જેનાં ઉપર આનાં કરતા પણ વધારે ભથ્થું આપવામાં આવે છે. વાત કરીએ ફિક્સ વેતનની તો એમાં ફિક્સ સેલરી/મહીનેઃ 50,000 + પ્રતિનિધિત્વ ભથ્થું/મહીનેઃ 45,000 + ઓફિસ ભથ્થું/મહીનેઃ 45,000 પણ મળે છે.

સેલરી ઉપરાંત પણ મળે છે વધારાનાં ભથ્થાઃ
વાત કરીએ સેલરીની ઉપર મળનાર ભથ્થાની તો તેની યાદી ઘણી લાંબી છે. આમાં ડાયરેક્ટ એરિયર (વાર્ષિક): 3 લાખ 80 હજાર રૂપિયા, હવાઇ મુસાફરી ભથ્થું (વાર્ષિક): 4 લાખ 8 હજાર રૂપિયા, રેલ્વે સફર ભથ્થું (વાર્ષિક): 5 હજાર રૂપિયા, પાણી ભથ્થું (વાર્ષિક): 4 હજાર રૂપિયા, વિજળી ભથ્થાં (વાર્ષિક): 4 લાખ રૂપિયા જેવાં અનેક ભથ્થાઓ શામેલ છે. એક સાંસદને સેલરી સિવાય અંદાજે 1 લાખ 51 હજાર 833 રૂપિયા પ્રતિ માસ એટલે કે 18 લાખ 22 હજાર રૂપિયા વાર્ષિક ભથ્થું આપવામાં આવે છે.

જાણો કેટલી થઇ કુલ સેલરીઃ
સાંસદોની આ ફિક્સ સેલરી અને ભથ્થાને જો જોડવામાં આવે તો એક સાંસદ મહીનામાં 2,91,833 રૂપિયા વેતન મેળવે છે. એટલે કે દેશને એક સાંસદ 35 લાખ રૂપિયામાં પડે છે.

ટેક્સ પણ નહીં અને સુવિધાઓ પણ ફ્રીઃ
સૌથી અગત્યની વાત તો એ છે કે આ લોકોની સેલરી પર કોઇ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. ત્યાં બીજી બાજુ એમને મળનાર ભથ્થાઓ પણ અલગ-અલગ પ્રકારનાં હોય છે કે જેમાં અનેક સુવિધાઓ તેઓનાં પરિવારને મળે છે.

તેમાં પત્ની અને પાર્ટનર માટે 34 ફ્રી હવાઇ સફર, અનલિમિટેડ ટ્રેનની મુસાફરી અને સાંસદ સત્ર દરમ્યાન ઘરેથી દિલ્હી સુધી વાર્ષિક 8 હવાઇ સફર પણ શામેલ છે.

ભથ્થામાં જોડાયેલી કેટલીક રસપ્રદ વાતોઃ
ભથ્થામાં જોડાયેલ ચીજવસ્તુઓની તો એક સાંસદને 50 હજાર યુનિટ ફ્રી વિજળી, 1 લાખ 70 હજાર ફ્રી કોલ્સ, 40 લાખ લીટર પાણી, રહેવા માટે સરકારી બંગલો (જેમાં દરેક પ્રકારનું ફર્નિચર અને આનું મેન્ટેનન્સ પણ ફ્રી) શામેલ છે.

આ સિવાય જે કંઇ પણ વધે છે તે છે સિક્યુરિટી ગાર્ડ્સ, જિંદગીભરનું પેન્શન, જીવન વીમા અને સરકારી ગાડી કે જે સરકાર તરફથી સાંસદને મફત આપવામાં આવે છે. જો કે હવે આપ વિચારી રહ્યાં હશો કે નેતાજીઓની જીંદગી કેટલી આરામદાયક હોય છે.

Dhruv Brahmbhatt

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

7 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

8 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

8 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

8 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

8 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

9 hours ago