અમિતાભ બચ્ચનના ઘર પાસે ઊભેલી ત્રણ ગાડીઓમાં લાગી આગ

મુંબઈ: બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના જૂહુમાં આવેલા પ્રતિક્ષા બંગલાની પાસે સોમવારના સંઘવી હાઈસ્કૂલ બહાર ઊભીલી ત્રણ ગાડીઓમાં આગ લાગી ગઈ. ઘટના નજરે જોનારાઓ પ્રમાણે ડ્રાઇવર બાળકોને સ્કૂલમાં મૂકવા ગયો હતો ત્યારે અચાનક ગાડીમાં આગ લાગી હતી.

મળતી માહિતી પ્રમાણે પ્રથમ કારમાં આગ લાગ્યા બાદ પાસે ઊભેલી 2 કારમાં પણ આગ લાગી હતી. જોકે, આ સમયે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ અને ફાયર કર્મચારીઓએ સમય પર જ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.

આગની આ ઘટનાથી કોઈને જાનહાનિ થયાના સમાચાર બહાર આવ્યા નથી. સાથે જ આગ લાગવાનું કારણ શું હતું હજી સુધી એના વિશે કોઈ માહિતી બહાર આવી નથી.

You might also like