સચિને ગીફ્ટ આપેલી ગાડીઓનાં પૈસા તેણે પોતે ચુકવ્યા : શોભાનો તીખો સવાલ

નવી દિલ્હી : શોભા ડે એક પછી એક સ્પોર્ટ પર્સનને પોતાનાં નિશાન પર લઇ રહી છે. થોડા દિવસો પહેલા રિયો ઓલમ્પિકમાં ગયેલા ખેલાડીઓ પર શોભા ડેનાં ટ્વિટથી ભારે હોબાળો થયો હતો. જો કે હવે ફરીએકવાર શોભા ડેએ ખેલાડીઓને ઝપટે ચડાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે રિયો ઓલમ્પિકની રજત પદક વિજેતા પીવી સિન્દુ, કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિક, જિમ્નાસ્ટ દીપા કરમાકર અને કોચ પુલેલા ગોપીચંદને બીએમડબલ્યુ ભેટ આપી હતી. હૈદરાબાદ જિલ્લા બેડમિન્ટન સંઘના ઉપાધ્યક્ષ ચામુંડેશ્વરનાથે રિયોમાં શાનદાર પ્રદર્શન બદલ આ ચાર ખેલાડીઓે કાર ભેટ આપી. સચિન ભારતીય ઓલમ્પિક દળનાંગુડવિલ એમ્બેસેડર હતા. તેમણે આ ચાર રમત હસ્તિઓે સન્માનીત કરી હતી.

જો કે ત્યાર બાદ શોભા ડેએ પોતાનાં ટ્વિટમાં આ બીએમડબલ્યુ કાર ભેટ આપવાનાં કાર્યક્રમને માત્ર એક જાહેરાતનું અભિયાન જણાવ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું કે આ નાનુ, કષ્ટદાયક પરંતુ સાચો સવાલ છે કે શું તેંડુલકરે ખેલાડીઓને આપેલી ગાડીનાં પૈસા પોતે ચુકવ્યા હતા ? આ સાથે જ શોભા ડેની ટ્વિટ ઇનટ્રેન્ડ રહી હતી.

બીજા ટ્વિટમાં શોભા ડેએ કહ્યું કે ગ્રેટ એન્ડ ફોર બીએમડબલ્યુ, આ મોંઘી ગાડીઓને ચલાવવા માટે કોણ નાણા ચુકવશે ? ક્યાંક એવું ન થાય કે આ ગાડીઓ ભારતીય એથલિટ્સ માટે સફેદ હાથી બનીને રહે. આ ગાડીઓનું મેઇન્ટેન્સ અને તેનો ફ્યુઅલ ચાર્જ ખુબ જ વધારે હોય છે. માટે એથલિટને તે પોસાશે કે કેમ તે એક મોટો સવાલ છે. આ ટ્વિટ્સ બાદ ફરીએકવાર સોશ્યલ મીડિયા પર શોભા ડેને મિશ્ર પ્રતિસાદો સાંપડી રહ્યા છે.

You might also like