શોભા ડેની મેદસ્વી પોલીસવાળા મુદ્દે વિવાદ વકર્યો : સારવારથી થઇ સમસ્યા

મુંબઇ : તસ્વીર ટ્વિટ કરીને પોલીસવાળાની મજાક ઉડાવનારા લેખિકા શો ડેના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. તસ્વીરમાં રહેતા પોલીસવાળાનાં અનુસાર તેનું શરીર વધારે ભોજનનાં કારણે નહી પરંતુ ઇન્શ્યુલીનમાં થયેલી ગડબડનાં કારણે આવું થયું છે.

શોભા ડેએ જે તસ્વીર પોસ્ટ કરી હતી કે તે મુંબઇ પોલીસ નહી પરંતુ મધ્યપ્રદેશ પોલીસનાં ઇન્સપેક્ટર દોલતરામ જોગાવતની છે. દોલતરામ નિમચ પોલીસ લાઇનમાં તહેનાત છે. એક અંગ્રેજી અખબારને ઇન્ટરવ્યુમાં જોગાવતે કહ્યુ વધારે ખાવાને કારણે નહી પરંતુ બીમારીના કારણે મારૂ વજન વધ્યું છે. 1993માં પિતાશયનું ઓપરેશન કરાવ્યું હતું.

જેના કારણે મારા શરીરમાં ઇન્સ્યુલિયનનું અસંતુલન થઇ ગયું અને મારૂ વજન વધવા લાગ્યું. જોગાવતના અનુસાર મેડમ ઇચ્છે તો મારી સારવારનો ખર્ચ આપે. પતલુ થવુ કોને ન ગમે ? નિમચનાં એશપી મનોજકુમારસિંહના જણઆવ્યા ભારે શરીર છતાય દોલતરામની ફરજનિષ્ઠા કાબિલે તારીફ છે.

દોલતરામ જે રીતે કેસની તપાસ કરે છે તેનાં કારણે અનેક વખત કોર્ટમાં તેમની પ્રશંસા થઇ છે. ઉજ્જૈનમાં એખ મહિનાનો સિંહસ્થ કુંભમેળો યોજાયો ત્યારે પણ તેમને અત્યંત નિષ્ઠાપુર્વક સુંદર કામગીરી બજાવી હતી.

You might also like