સાનિયા ભારત-પાક. મુકાબલો જોવા નહીં આવે: શોએબ મલિક

નવી દિલ્હી: આગામી ૪ જૂને ઇંગ્લૅન્ડના બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે ચેમ્પિયન્સ ટ્રોફીની જે હાઈ વોલ્ટેજ મેચ રમાશે એના પર સૌ કોઈની નજર છે ત્યારે એક રસપ્રદ અહેવાલ એ મળ્યો છે કે ભારતીય ટેનિસ સમ્રાજ્ઞી અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાએ સ્ટેડિયમમાં જઈને આ મૅચ જોવાનો પોતાનો કોઈ ઇરાદો ન હોવાની આડકતરી ચોખવટ કરી છે, જોકે આ ખબર તેના પતિ શોએબે જ આપી હતી. સાનિયા ટેનિસની સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તે પાકિસ્તાની ક્રિકેટરની પુત્રવધૂ છે એ જોતાં ૪ જૂનની મેચમાં તે કોને સપોર્ટ કરશે એ જાણવામાં સૌ કોઈને રસ હશે, પરંતુ તે એ દિવસો દરમિયાન પેરિસમાં ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા રમવામાં વ્યસ્ત હોવાથી ઇંગ્લેન્ડ નહીં જાય એમ શોએબે જણાવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like