શોએબ અખ્તરે પુત્રને હાથમાં લઈ કહ્યું, ‘અત્યાર સુધીનો સૌથી શાનદાર કેચ’

કરાચીઃ પાકિસ્તાનનાે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પિતા બની ગયો છે, તેની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે. ખુદ શોએબે પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આ જાણકારી આપી છે. શોએબે લખ્યું, ”મને એ જણાવતાં આનંદ થઈ રહ્યો છે કે હું અને મારી બેગમ બેબી બોયના પેરેન્ટ્સ બની ગયાં છીએ. શું ફિલ્ડિંગ છે… અલ્લાનો આભાર. મા અને લિટલ એન્જલ ઠીક છે. એક જિંદગીને આ દુનિયામાં લાવવી એ સૌથી મોટો ચમત્કાર છે. રાવલપિંડી એક્સપ્રેસ હવે એક પ્રાઉડ પાપા બની ગયો છે.” શરૂઆતમાં શોએબે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેની સુંદર પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. શોએબ હાલ બહુ જ ખુશ છે. તેણે પોતાના પુત્ર સાથેની તસવીર પણ શેર કરીને લખ્યું છે, ”મારા હાથોએ અત્યાર સુધીનો શાનદાર કેચ ઝીલ્યો છે… વાહ, શું ફિલ્ડિંગ છે!”

You might also like