આ છે શ્લોકા મહેતા, જે દેશના અબજોપતિ મુકેશ અંબાણીના છોકરાની વહુ બનશે…

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્નની ચર્ચા આજકાલ ખૂબ ચાલી રહી છે. ચર્ચા પ્રમાણે આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા નામની યુવતી સાથે થવા જઈ રહ્યા છે. જો કે સૌના મનમાં એક પ્રશ્ન છે કે, દેશના સૌથી મોટા અબજોપતિના છોકરાના ઘરમાં પુત્રવધૂ બનીને આવનાર આ યુવતી કોણ છે?

શ્લોકા મહેતા હીરાના વ્યાપારી રસેલ મહેતાની પુત્રી છે. આકાશ અંબાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને અબજોપતિ મુકેશ અંબાણીનો સૌથી મોટો પુત્ર છે. જાણવા મળી રહ્યું છે કે આ બંનેની સગાઈ આ મહિનામાં જ થઈ શકે છે અને લગ્ન ડિસેમ્બર સુધીમાં થઈ શકે છે.

અંબાણી અને મહેતા પરિવાર એકબીજાને વર્ષોથી ઓળખે છે. આકાશ અને શ્લોકા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એકસાથે ભણ્યા છે. જો કે અંબાણી પરિવારે આ વિશે કોઈ નિવેદન આપ્યું નથી.

તો, આવો જાણીએ આ શ્લોકા મહેતા કોણ છે?
– શ્લોકા મહેતાએ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કર્યાં બાદ પ્રિંસ્ટન યુનિવર્સિટીથી એન્થ્રોપોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
– બાદમાં લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ અને પૉલિટિક્સ સાયન્સમાં અભ્યાસ કર્યો અને લૉ માં પણ માસ્ટરડિગ્રી કરી હતી.
– ડિગ્રી લીધા બાદ 2014માં રોસી બ્લૂ ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર તરીકે નોકરી કરી.
– શ્લોકા કનેક્ટફોર નામની સંસ્થાની કો-ફાઉન્ડર પણ છે, જે એનજીઓની મદદથી કામ કરે છે.

You might also like