મુંબઇમાં શિવસેનાના વિશ્વનાથ મહાદેશ્વર બન્યા મેયર, ભાજપે આપ્યું સમર્થન

મુંબઇ: તાજેતરમાં BMC માટે થયેલા વોટિંગ પર મેયરની જંગ હવે ખતમ થઇ ગઇ છે. બુધવારે શિવસેનાના વિશ્વનાથ મહાદેશ્વર બીએમસીના નવા મેયરની પસંદગી કરવામાં આવી છે. વિશ્નવનાથને કુલ 171 વોટ મળ્યા છે. કુલ 227 સભ્યોમાંથી 218 સભ્યોએ વોટ નાંખ્યા હતા. વોટિંગ દરમિયાન ભાજપે શિવસેનાના પક્ષમાં વોટિંગ કર્યું.


વિશ્વનાથે પોતાના હરીફ કોંગ્રેસના વિઠ્ઠલ લોકરેને હરાવ્યો હતો. વોટિંગ દરમિયાન હાથ ઉઠાવીને વોટ નાંખવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપના કાઉન્સિલરોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા, તો બીજી બાજુ શિવસેના તરફથી બાલાસાહેબના પક્ષમાં નારા લગાવ્યા હતા.

નોંધનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ એવી જાહેરાત કરી હતી કે મેયર પદની ચૂંટણીમાં ભાજપ ભાગ લેશે નહીં, એ શિવસેનાનું સમર્થન કરશે. બીએમસી ચૂંટણીમાં શિવસેના સૌથી મોટી પાર્ટી હતી. શિવસેનાને કુલ 84 સીટો મળી હતી. તો ભાજપના ખાતામાં 82 સીટો મળી હતી.

You might also like