ઉદ્ધવ ઠાકરે નોટબંધી અને GST ને ગણાવ્યો ખોટો નિર્ણય

મુંબઇ: શિવસેના સુપ્રીમો ઉદ્વ ઠાકરે ફરીથી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. ઉદ્ધવએ અચ્છે દિનના વચન પર કટાક્ષ કરતાં કહ્યું કે સારા દિવસો માત્ર સરકારી જાહેરાતોમાં જ જોવા મળી રહ્યા છે, બાકી માત્ર આનંદ જ આનંદ છે.

ઉદ્ધવ ઠાકરે જીએસટી લાગૂ કરવાની રીતની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે દરેક વસ્તુ થઇ રહી છે એ બધા ગોટાળા છે. એમણે કહ્યું કે હાલમાં સમજદારી એમાં જ છે કે જે થાય છે એ શાંતિથી જોતા રહો.

ઠાકરે જીએસટીના બહાને મોદી સરકાર પર સત્તાના કેન્દ્રીકરણનો આરોપ લગાવ્યો. ઉદ્ધવએ કહ્યું કે વિરોધ કરવા પાછળ એક જ ઉદ્દેશ છે અમારા ત્યાં બધાનું કેન્દ્રીયકરણ કરવાનું છે વિકેન્દ્રીકરણ કરવાનું છે?

જીએસટીની સાથે નોટબંધી પર પણ ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારને નિશાન પર લીધા. સામનાને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરે કહ્યું કે ચાર મહીનામાં 15 લાખ લોકો બેરોજગાર થઇ ગયા. નોકરીઓ છૂટી ગઈ, જે 15 લાખ લોકોએ નોકરી ગુમાવી એમની દાળ રોટીની વ્યવસ્થા છે?

તમામ મુદ્દા પર સરકારની ટીકાની વચ્ચે ઉદ્ધવએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે આ વાતો માટે એમને સરકાર વિરોધી સમજવો જોઇએ નહીં. મને એક વાત સ્પષ્ટ કરવી છે કે જ્યારે હું ક્યાંતો શિવસેના કંઇ બોલીએ છીએ તો એ સમયે અમને સરકાર વિરોધી સમજવામાં આવે છે. હું સરકારની વિરોધ નથી પરંતુ જનતાની સાથે છું.

http://sambhaavnews.com/

You might also like