યૂનિફોર્મ સિવિલ કોડઃ બીજેપીને મળ્યો શિવસેનાનો સાથ

મુંબઇઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બીજેપી અને સરકારની સતત અવગણના બાદ એનડીએના સહયોગી દળ શિવસેનાએ યુનિફોર્મ સિવિલ કોડ પર પોતાનું મજબુત સમર્થન આપ્યું છે. શિવસેનાએ મોદી સરકારને કહ્યું છે કે વિરોધિઓની ચિંતા કર્યા વગર આ કાયદાને અમલમાં મૂકવા અંગેની કામગીરી આગળ વધારવી જોઇએ.

શિવસેનાએ તેના મુખપત્ર સામનાના સંપાદકીય લેખમાં સ્પષ્ટ પણે જણાવ્યું છે કે યૂનિફોર્મ સિવિલ કોડ પર સરકારે આગળ વધવું જોઇએ. આ રાષ્ટ્રીય મહત્વના કામને યોગ્ય દિશામાં આગળ વધારવું જોઇએ.

સમાન નાગરીક કાયદો બનાવા અંગે સંપાદકમાં લખવામાં આવ્યું છે કે આજે મોદી સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે. આ બહુમતીનું સન્માન થાય તેટલી જ અમારી આશા છે. તો તે અંગે કોઇને કોઇ પણ મુશ્કેલી ન હોવી જોઇએ. યૂનિફોર્મ સિવિલ કોડ અમલ થયા બાદ દેશમાં ધર્મ પર થઇ રહેલી રાજનીતિ પર પૂર્ણવિરામ આવી જશે.

શિવસેનાએ હિંદુ અને મુસલમાનોના વિષય પર તમામ બાબતો રજૂ કરતા યૂનિફોર્મ સિવિલ કોડને સમયની સૌથી મોટી માંગ ગણી છે. સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે બીજેપી માટે મહત્વના સિદ્ધાંતોમાનું એક છે. સાથે જ શિવસેનાનું પણ સ્પષ્ટ પણે માનવું છે કે આ કાયદો બનવો જ જોઇએ. એક જ દેશના નાગરીક પર અલગ અલગ કાયદા અમલ ન થવા જોઇએ.

You might also like