શિવસેનાએ લગાવ્યું નિતીશ પર નિશાન, કહ્યું સુશાસનના નામ પર થઇ રહ્યા છે ગેંગરેપ

મુંબઇ: બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર હવે શિવસેનાના નિશાન પર પણ આવી ગયા છે. શિવસેનાએ કહ્યું કે નિતીશ કુમાર બિહાર છોડીને ઉત્તરપ્રદેશના ચક્કર લગાવી રહ્યા છે. બીજી બાજુ બિહારમાં સુશાસનના નામ પર આવેલી સરકારના નાકની નીચે ગેંગરેપ અને ટોપર્સ કૌંભાડ થઇ રહ્યા છે.

શિવસેનાના માઉથપીસ ‘સામના’ના સંપાદકીયમાં એક લાંબી કવિતા આપીને કહેવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે કે કેવી રીતે બિહારમાં ડોક્ટર્સ, એન્જીનિયર્સ અને કારોબારીઓએ પોતાનો જીવ બચાવવા માટે અપરાધીઓને રકમ ચૂકવવી પડે છે. બાળકો ભણ્યા વગર ટોપ કરે છે અને મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે.

સંપાદકીયમાં લખ્યું છે બિહાર આજે ફરીથી એ સ્થિતિ પર ઊભું છે. સુશાસનના નામ પર જનતાની જવાબદારી એવા હાથને સોંપવામાં આવી છે જે અપરાધીઓને સંરક્ષણ આપી રહી છે. ગુનેગારોને આગળ વધારી રહી છે. શિવસેનાએ નિતીશ કુમારના પીએમ બનવાના પ્રયત્નો, દારૂબંધી ઝુંબેશ, લાલૂ યાદવ અને તેના પુત્ર સહિત ગેંગસ્ટર શાહબુદ્દીન સાથે મિત્રતા જેવા મુદ્દાઓ પર પ્રહારકર્યો છે.

You might also like