શિવસેના: શું ભાજપ દ્વારા મહેબૂબાની પસંદગી કાશ્મીરમાં ખોટી ઠરી?

મુંબઇ: કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદીનનો આતંકી બુરહાન વાનીના માર્યા ગયા પછી ઉત્પન્ન થયેલા તણાવ પર શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે કાશ્મીરની વર્તમાન સ્થિતિ રાષ્ટ્રીય સુરક્ષા માટે દગા દાયક છે., શું મહેબૂબા મુફ્તીના હાથમાં કાશ્મીર ઘાટીની કમાન આપીને ભાજપે ભૂલ તો નથી કરીને?

સામનામાં લખવામાં આવ્યું છે કે હાલની પરિસ્થિતિ જોઇને લાગી રહ્યું છે કે કાશ્મીરનો પ્રશ્ન પહેલા કરતાં વધારે મુશ્કેલ બની ગયો છે. મહેબૂબા મફ્તી ઉપર ઉપરથી શાંતિનું આહવાન કરી રહી છે, તેમ છતાં બુરહાન વાની માટે તેમની નિશ્વિત ભૂમિકા શું છે, તે જાણવું જરૂરી છે.

શિવસેનાએ ભાજપ પર પણ વાર કર્યો અને કહ્યું કે ભાજપે મહેબૂબાના હાથમાં કાશ્મીરની ઘાટીની કમાન આપીને ભૂલ તો નથી કરીને એવો ડર લાગે છે. સામનામાં લખવામાં આવ્યું છે કે આની પહેલા અફઝલ ગુરુને કાશ્મીરનો સ્વતંત્રતા સેનાની અથવા ક્રાંતિકારી માનવાની વકીલાત પણ મહેબૂબાએ કરી હતી. તેમના આ ઇતિહાસને જઇને ડર બનેલો છે.

સામનામાં લખવામાં આવ્યું છે કે કાશ્મીરમાં જે હિંસા ભડકી છે, તેની અસર દેશમાં પડી રહી છે. એક બાજુ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરવાની જાગેરાત થઇ. તે પહેલા કાશ્મીરની અમરનાથ યાત્રા શોંતિથી પૂર્મ થઇ જાય. જે ચાલી રહ્યું છે તે ભયંકર છે. ગૃહમંત્રીએ તત્કાલ પીએમને બધી જામકારી આપવી જોઇએ.

You might also like