જૂનાગઢ શિવરાત્રીના મેળાની પૂર્ણાહૂતી : મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પુર્ણાહુતી

જૂનાગઢ : ગિરનારની ગોદમાં યોજાતા પરંપરાગત શિવરાત્રીનાં મેળાની મધ્યરાત્રીનાં પૂર્ણાહૂતી થઇ હતી. શિવરાત્રીનાં મેળાની સોમવારથી શરૂઆત થઇ હતી. શિવરાત્રીનાં દિવસે રાત્રીનાં દિગમ્બર સાધુની રવાડી નિકળી હતી. રવાડીમાં સૌ પ્રથમ જુના અખાડાની પાલખી રહી હતી. બાદ આહ્વાન અખાડા અને અગ્નિ અખાડાની પાલખી રહી હતી.

જૂના અખાડાથી શરૂ થયેલી રવાડી મંગલનાથ બાપુની જગ્યાથી દત્ત ચોક, રૂદ્રેશ્વર જાગીર આશ્રમનાં મુખ્ય ગેઇટથી લાલસ્વામીની જગ્યા અને ત્યાંથી ભવનાથનાં મેઇન રોડ પર થી દત્ત ચોક અને ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલા મૃગી કુંડમાં દિગમ્બર સાધુઓનાં શાહી સ્નાન સાથે રવાડી પૂર્ણ થઇ હતી. સાધુ -સંતોનાં શાહી સ્નાન સાથે પરંપરાગત શિવરાત્રીનાં મેળા પૂર્ણ થયો હતો. શિવરાત્રીના મેળામાં આજે છ વર્ષ બાદ સૌથી વધુ ભાવિકો નોંધાયા હતા.

નોંધનીય છેકે જૂનાગઢમાં ગત્ત બે વર્ષી તુલનાએ ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં ભક્તો મેળામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે મેળામાં કેટલાક સાધુઓ પણ ચર્ચામાં રહ્યા હતા.

You might also like