શિવરાજ સિંહે ગાંધી સાથે તો અમિત શાહે શાસ્ત્રી સાથે કરી મોદીની તુલના

દાહોદ: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલન મહાત્મા ગાંધી સાથે ક્રી છે. રવિવારે તેમણે કહ્યું કે જે પ્રકારે દુનિયા પહેલાં ધ્યાનથી રાષ્ટ્રપિતાને સાંભળતી હતી, તે જ પ્રકારે હવે તે મોદીને સાંભળે છે.

વડપ્રધાનમંત્રી ‘ઉજ્જવલા યોજના’ના બીજા તબક્કાના લોન્ચિંગ વખતે ચૌહાણે કહ્યું કે પહેલાં મહાત્મા ગાંધી જે પણ કહેતા હતા, દુનિયા તેને એકદમ ધ્યાનપૂર્વક સાંભળતી હતી. અત્યારે દુનિયા મોદીજીને સાંભળે છે. આ અવસર પર અમિત શાહે ગેસ સિલિન્ડર પર અમીરો દ્વારા સબિસિડી છોડવા માટે પીએમ મોદી દ્વારા ચલાવવામાં આવેલા અપીલ અભિયાનની તુલના, પૂર્વ વડાપ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની તે અપીલ સાથે કરી જ્યારે તેમણે દેશના અનાજની અછતના લીધે લોકો એક ટાઇમ જમવાનું છોડવાની અપીલ કરી હતી.

અમિત શહે કહ્યું કે ‘આ અપીલને જે પ્રતિક્રિયા મળી છે તે અભૂતપૂર્વ છે. સંભવત આ પહેલાં કોઇ વડાપ્રધાને આ પ્રકારની જોરદર પ્રતિક્રિયા મળી હશે. જો આપણે પાછળ જોઇએ તો કદાચ લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના લોકોને આપી અપીલ કરી હતી. તેમણે લોકોને કહ્યું હતું કે દાળ-ભાત ન ખાવાની અપીલ કરી હતી જેને જોરદાર પ્રતિક્રિયા મળી હતી અને લોકોએ દાળ-ભાત ખાવાનું બંધ કરી દીધું હતું. આ પ્રકારે નરેન્દ્ર મોદીની અપીલ પર એક કરોડ લોકોએ ગેસ સબસિડી છોડી દિધી છે.’

You might also like