મિની શિમલા તરીકે જાણીતું છે શિવપુરીમાં, જોવા મળશે ખૂબસુરત ધરોહરનો વારસો…

મધ્યપ્રદેશનું પ્રવાસી નગર તરીકે જાણીતું છે શિવપુરી. તેના અનેક કારણ છે. એક તો છે અહીનું પ્રાકૃતિક કારણ અને બીજું અહીં જોવાલાયક સ્થળ. શિવપુરીને મિની શિમલા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ઘણા બધા પ્રાકૃતિક ઝરણા આવેલ છે. જ્યારે અહીં એક અદ્દભૂત માધવ વિલાસ પેલેસ આવેલ છે.

જો કે તેને અંદરથી જોઇ શકાતો નથી. માધવન નેશનલ પાર્કમાં આવેલ જ્યોર્જ કેસલની સુંદર સૂર્યાસ્ત સમયે કંઇક અલગ જ જોવા મળે છે. શિવપુરીનો ઇતિહાસ 1857ની ક્રાંતિ સાથે પણ જોડાયેલો છે. 18 એપ્રિલ, 1859ના રોજ તાત્યા ટોપેને અહીં ફાંસી આપવામાં આવી હતી.

જે કોઠીમાં તેમના વિરુધ્ધ કેસ ચાલી રહ્યો હતો તેને આઝાદી બાદ રાષ્ટ્રીય સુરક્ષિત સ્મારક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. શિવપુરીથી 28 કિમી દૂર સતનવાડા થઇને નરવર પહોંચી શકો છો. રાજા નળ અને દયમંતીની નગરી તરીકે ઓળખાતા નરવરનો ઇતિહાસ ઘણો જૂનો છે.

અહી મહેલમાં પસર દેવીનું સુપ્રસિધ્ધ અને પૌરાણિક મંદિર આવેલ છે. શિવપુરીથી 22 કિમી દૂર સુરવાયાની ગઢી આવેલ છે. એક પૌરાણિક કથા અનુસાર પાંડવો જ્યારે એક વર્ષના અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીં રોકાયેલા હતા. અહીં એક વિશાળકાય ચક્કી છે જેને ભીમની ચક્કી તરીકે ઓળખવામાં આવે છે.

શિવપુરીથી 120 કિમી દૂર આવેલ ખનિયાધાનાને ક્રાંતિકારી ચંદ્રશેકરની કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. શિવપુરી જવા માટે સૌથી નજીકનું એરપોર્ટ ગ્વાલિયર છે. જો કે રેલ નેટવર્ક સાથે શિવપુરી જોડાયેલ છે. અહીં આવવા માટે ઓક્ટોબરથી માર્ચની વચ્ચેનો સમયગાળો સૌથી સારો ગણવામાં આવે છે.

You might also like