યોગી સરકાર થઇ મહેરબાન, માયાવતીનો ખાલી બંગલો કર્યો શિવપાલ યાદવના નામે….

સમાજવાદી પાર્ટીમાંથી બળવો કરી સમાજવાદી સેક્યુલર મોરચાનું ગઠન કરનાર શિવપાલ યાદવ પર યુપીની યોગી સરકાર મહેરબાન થતી જોવા મળી રહી છે. રાજ્યની સંપત્તિ વિભાગે શિવપાલ યાદવને એક નવા બંગાલાની ફાળવણી કરી છે. જો કે રસપ્રદ વાત એ છે કે આ બંગલામાં ક્યારેક બસપાના અધ્યક્ષ અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની ઓફિસ હતી.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ માયાવતીએ આ બંગાલાને છોડીને તેન પાસે આવેલા બીજા બંગલામા શિફ્ટ થઇ ગયા હતા. હવે માયાવતીની જૂની ઓફિસવાળા બંગલાને શિવપાલ યાદવના નામે ફાળવણી કરવામાં આવી છે. આમ એક રીતે શિવપાલ એક રીતે માયાવતીના નજીકના પાડોશા પણ થઇ ગયા છે.

જો કે યુપીની યોગી સરકાર તરફથી શિવપાલ પર આ પ્રકારની મહેરબાની ઘણી અટકળો લગાવામાં આવી રહી છે. રાજ્ય સંપત્તિ વિભાગના આ નિર્ણયને રાજકીય રીતે જોવામાં આવી રહ્યો છે. શિવપાલ યાદવને એલબીએસ-6 સરકારી બંગલો આપવામાં આવ્યો છે.

જો કે શિવપાલ યાદવને આ બંગલો તેના ધારાસભ્યને લઇને આપવામાં આવ્યો છે. બંગાલની ફાળવણી બાદ શિવપાલ યાદવ તુરંત આ બંગલામાં ગયા અને ત્યાંનું નિરીક્ષણ કર્યું હતું. એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે આ બંગલાને શિવપાલ યાદવ પોતાની ઓફિસ બનાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે શિવપાલના આ નવા મોરચાના ગઠન પાછળ ભાજપનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગત દિવસોમા યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ શિવપાલ યાદવને પોતાની પાર્ટીનો ભાજપમાં વિલય કરવાની સલાહ આપી હતી.

You might also like