અપર્ણા બાદ આજે શિવપાલ યોગી આદિત્યનાથને મળશે

લખનૌ: સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવ આજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને તેમના ૫, કાલિદાસ રોડ સ્થિત નિવાસસ્થાને મળશે. મંગળવારે ખેડૂતોનાં દેવાં માફ કરવાના નિર્ણય બાદ યોગી આદિત્યનાથ સાથે વિરોધ પક્ષના કોઈ નેતાની આ એક મુલાકાત હશે.

આ અગાઉ મંગળવારે શિવપાલ યાદવે વિધાનસભાના સ્પીકર હૃદય નારાયણ દીક્ષિત સાથે તેમના નિવાસે મુલાકાત કરી હતી. દરમિયાન શિવપાલે દીક્ષિતને વિધાનસભાના સ્પીકર તરીકે વરણી થવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. પક્ષ સૂત્રોના જણાવ્યા અનુસાર દીક્ષિતે શિવપાલ યાદવને પોતે લખેલ પુસ્તકો ભેટ આપ્યાં હતાં અને બંને વચ્ચે અડધા કલાક સુધી વાતચીત થઈ હતી.

યોગી આદિત્યનાથ ૩૧ માર્ચે લખનૌના કાન્હા ઉપવનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાય સાથે સારો એવો સમય વિતાવ્યો હતો અને તેમની સારસંભાળ અંગે જાણકારી મેળવી હતી. આ વખતે મુલાયમસિંહના નાના પુત્ર પ્રતીક યાદવ પણ પત્ની અપર્ણા યાદવ સાથે ત્યાં હાજર હતા.

http://sambhaavnews.com/

You might also like