સપામાં ફરી આંતરિક વિખવાદઃ શિવપાલ સામે કાર્યવાહી કરવાની તૈયારી

લખનૌ ઃ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના ભાઇ શિવપાલ યાદવની સમાજવાદી પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજ્ય કારોબારીની બેઠકમાં રજૂ કરાયેલા એક પ્રસ્તાવ દ્વારા આવા સંકેત મળ્યા છે. પ્રસ્તાવમાં જણાવાયું છે કે વરિષ્ઠ નેતા દ્વારા અલગ પાર્ટીની રચના કરવાની વાત કરવી એ ગેરશિસ્ત ફેલાવવાનો પ્રયાસ છે અને તેનાથી પક્ષની છબીને નુકસાન થઇ રહ્યું છે.

ગેરશિસ્ત પર કાર્યવાહી કરવી જોઇએ એવી વાત પણ પ્રસ્તાવમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિવપાલ યાદવે તાજેતરમાં જ ઇટાવા ખાતે એક નવા પક્ષની રચના કરવાની વાત કરી હતી. આ પ્રસ્તાવમાં કોઇના નામનો ઉલ્લેખ કરાયો નથી, પરંતુ સૌ કોઇ જાણે છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવપાલ યાદવે ઇટાવામાં નવા પક્ષની રચના કરવાની વાત કરી હતી. પરિણામ આવ્યા બાદ સમાજવાદી પાર્ટી વિધાનસભા પક્ષની પ્રથમ બેઠકમાં શિવપાલ યાદવ હાજર તો રહ્યા હતા, પરંતુ ત્યાર પછી તેઓ પક્ષની પ્રવૃત્તિઓથી દૂર છે. પાંચ એપ્રિલે શિવપાલ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ મળ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like